MEHSANA : પંજાબ વિધાન સભા ઇલેક્શનમાં આપ ને જીત મળતાં મહેસાણામાં AAPની ત્રિરંગા યાત્રા યોજાઈ

આપના કાર્યક્રરો બાઈક અને કાર ઓ સાથે ત્રિરંગા યાત્રામાં જોડાયા

પંજાબ વિધાનસભા ચૂંટણીમાં અભૂતપૂર્વ સફળતા મેળવનાર આમ આદમી પાર્ટીના કાર્યકરો ભારે ઉત્સાહમાં આવી ગયા છે આજે મહેસાણા શહેર આમ આદમી પાર્ટી દ્વારા પંજાબની જીતના વધામણા માટે શહેરમાં ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીજે સાથે નીકળેલી આ ત્રિરંગા યાત્રામાં આમ આદમી પાર્ટીના દિલ્હી MLA અજેસભાઈ યાદવ, પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી,પ્રદેશ મહામંત્રી સાગરભાઈ રબારી,પ્રદેશ સંગઠન મંત્રી રમેશભાઇ નાભાણી,પ્રદેશ સહમંત્રી કરશનભાઇ ,પરેશભાઈ પટેલ ,અરવિંદભાઈ સોલંકી, જિલ્લા પ્રમુખ ભગતભાઈ પટેલ વગેરે જિલ્લા તાલુકા પદાધિકારીઓ કાર્યકર્તા ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આમ આદમી પાર્ટીના જયજયકાર સાથે નીકળેલી તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીનીના કાર્યકરો જોડાયા હતા.પંજાબની જેમ જ ગુજરાતમાં પણ લોકો કેજરીવાલની વિચારધારાને સ્વીકારશે.
આમ આદમી પાર્ટીએ દિલ્હી બાદ પંજાબમાં બનાવેલી સરકારને પગલે ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકરો ગુજરાતમાં આવનારી આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં પણ આમ આદમી પાર્ટી શ્રેષ્ઠ દેખાવ કરશે. તેવી આશાએ સપના જોવાનું શરૂ કરી દીધું છે.

પાંચ વિધાનસભાની ચૂંટણીના પરિણામના દિવસે ભારે આતશબાજી કરીને વિજય ઉત્સવ મનાવનાર આમ આદમી પાર્ટી દ્વારા આજે પુનઃ એકવાર ત્રિરંગા યાત્રા કાઢી હતી અને પોતાની પાર્ટીનો પ્રચાર-પ્રસાર કર્યો હતો…..!

તસ્વીર અને અહેવાલ :- ઉપેશ પંચાલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here