વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા કમાટી બાગ ખાતે ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેર અધ્યક્ષ ડો. વિજય શાહ મહિલા મોરચા પ્રમુખ શ્રીમતી રૂપલબેન ઉપાધ્યાય, મહામંત્રી શ્રીમતી ગાર્ગીબેન દવે તથા મહિલા મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં મહિલા મોરચા દ્વારા મહિલા વિકાસને લગતી વિવિધ કામગીરી બાબતે તેમજ આગામી વિવિધ કાર્યક્રમ અંગેના આયોજન બાબતે ચર્ચા કરાઇ હતી.
મનીષ જોષી “મૌન” દ્વારા



