PATAN: પાટણ જિલ્લાના ખેડૂતો ને સમયસર અને પુરતાં પ્રમાણમાં વિજળી નહી અપાય તો જલદ આંદોલન કરાશે : ભારતીય કિસાન સંઘ

ભારતીય કિસાન સંઘ પાટણ જિલ્લા દ્વારા વિદ્યુત બોર્ડ ના અધીકારીઓને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી

પાટણ જિલ્લામાં ખેડૂતોને આપવામાં આવેલ ખેતીવાડી વીજ કનેકશન ઉપર આપવામાં આવતો વિજપ્રવાહ ખૂબજ અનિયમિત અને બીન સમયે આપવામાં આવતો હોવાની રજૂઆત પાટણ જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા કરી વિદ્યુત બોર્ડ નાં અધીકારીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

પાટણ જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ખેડૂતોને વીજ પાવર આપવામાં આવતા ૮ (આઠ) કલાક ના પુરતા સમય માટેના વિદ્યુતબોર્ડ તરફથી તુટક-તુટક સમયે પાવર આપવામાં આવે છે. અને આ પાવર બંધ કર્યા બાદ ફરીથી કયારે કયા સમયે વીજ પાવર આપવામાં આવશે તેની કોઇજ માહીતી ખેડૂતોને આપવામાં આવતી નથી અને ખેડૂતોને રાત-દિવસ માટે ખેતરમાંજ રહેવાની ફરજ પડે છે. અને ખેડૂતોને તેમના કુટુંબ છોડીને રાત્રે કે દિવસે પાવર ની રાહ જોઇને તેમના મહામૂલા પાક બચાવવા માટે ખેતરમાંજ રહેવાની ફરજ પડે છે. અને આ તુટક-તુટક પાવરના કારણે બોરની મોટરો બળી જવાના કિસ્સા સજૉતા હોય છે. જેનાથી ખેડૂતોને આર્થિક નુક્શાન પણ પહોંચે છે આ અંગે ખેડૂતો દ્વારા અનેકવાર વીજ કચેરી ખાતે અરજીઓ અને જાણ કરવામાં આવેલ હોવા છતા કચેરી દ્વારા તથા તેને લગતા-વળતા અધિકારીઓ દ્વારા યોગ્ય નિરાકરણ લાવવામાં આવતું નથી જો આ વીજકાપ નું નિરાકણ તાત્કાલિક ધોરણે નહી આવે તો ભારતીય કિસાન સંઘ-પાટણ જિલ્લો ખેડૂતો માટે સમગ્ર ખેડૂત સમાજની સાથે ખેડૂતોના અધિકારો માટે ઉત્તર ગુજરાત વિદ્યુત બોર્ડ સામે જલદ આંદોલન કરશે તેવી ચિમકી આપી હતી….!

તસ્વીર અને અહેવાલ :- ઉપેશ પંચાલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here