
આમંત્રણ રથ સાથે જોડાયેલા દરેક ગૌ ભક્તો ગામે ગામ જઈને સૌને ગૌ ભાગવત કથામાં પધારવા આમંત્રણ પાઠવશે…

પાટણ તા. ૧૨
હરીઓમ ગૌશાળા-ગૌ હોસ્પિટલ અનાવાડા ના લાભાર્થે ડિસેમ્બર માસ ની તા.૧ થી તા.૭ સુધી યોજાનાર પ.પૂ.રમેશભાઈ ઓઝા ભાઈશ્રી ના વ્યાસપીઠ પદે યોજાનાર ગૌ ભાગવત કથાનું આમંત્રણ આપવા માટે રવિવારના પવિત્ર દિવસથી સુરભી રથ, કપિલા રથ તથા દેવકી રથ એમ ત્રણ રથોનું પ્રસ્થાન પાટણ ના વાળીનાથ ચોક ખાતે થી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

આ આમંત્રણ રથ ના પ્રારંભે નાની બાલીકાઓએ માથે કળશ ધારણ કયૉ હતા તો વિશાળ સંખ્યામાં ગૌ ભક્તોએ ગૌ માતા ની આરતી ઉતારી પૂ. મુકુંદ પ્રકાશજી મહારાજ દ્વારા શ્રીફળ વધેરી પાટણ જિલ્લાના વિવિધ તાલુકાઓના ગામોમાં રથ નું પ્રસ્થાન કરાવ્યું હતું.
પૂ. મુકુંદ પ્રકાશજી મહારાજે જણાવ્યું હતું કે,પાટણ ના આંગણે પૂજ્ય કાંચી પીઠ ના શંકરાચાર્ય સહિત અનેક સંતો ના પગલાં પડવાથી આ પંથક ધન્ય બનશે. આ રથયાત્રા દરમિયાન દરેક ગામોમાં દરેક ને આમંત્રણ આપવામાં આવશે તથા ગામડાઓ માં બેનરો, સ્ટિકરો તથા પત્રિકાઓ નું વિતરણ કરવામાં આવશે પ્રત્યેક પરિવાર ગૌ ગ્રાસ સ્વરૂપે રૂપિયા પચાસ નું દાન કરશે તથા ગામના મુખ્ય વિસ્તારોમાં રથ નું ભ્રમણ થશે અને ગૌ હોસ્પિટલ નિર્માણ કાર્ય ના સહયોગ અને કથા નું રસપાન કરવા માટે દરેક ને અનાવાડા ગૌશાળા ખાતે લાવવા માટે ગ્રામ સમિતિ બનાવી ગામના યુવાનો તેનું આયોજન કરશે. રથયાત્રા દરમિયાન રાત્રે ભજન-કીર્તન તથા ગૌ ડાયરો થશે.
પાટણ શહેર સહિત સમગ્ર પંથકમાં પ. પૂ. રમેશભાઈ ઓઝાની ભાગવત કથા ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ઉંઝા તાલુકાના મિત્રો પણ રથ લઈને ઉંઝાના ગામે ગામ ભ્રમણ કરી રહ્યા છે.
પાટણ માં માતૃશક્તિ સંમેલન તથા સજ્જન શક્તિ સંમેલન બાદ ઉંઝા માં પણ માતૃશક્તિ સંમેલન થયું હતું જેમાં મોટી સંખ્યામાં માતૃશક્તિ ઉપસ્થિત રહી હતી આવનાર સમયમાં સમગ્ર પાટણ માં બેનરો તથા કમાનો દ્વારા સમગ્ર અનાવાડા તરફ ના રસ્તા પર સુશોભન કરવામાં આવશે.
શંકરાચાર્ય સહિત દેશભરના સંતો તથા રાજકીય- ધાર્મિક-સામાજિક આગેવાનો ને સત્કારવા માટે ગૌશાળા તરફથી સંપૂર્ણ તૈયારીઓ ચાલી રહી છે આગામી સમયમાં પાટણ શહેરમાં શહેર સમિતિ દ્વારા શહેર ને ત્રણ ભાગમાં વહેંચી દરેક સોસાયટી
માં રથ જશે જેની મુખ્ય સમિતિ સહિત અન્ય ત્રણ સમિતિઓની રચના કરવામાં આવી છે.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.