૨૫ થી વધુ વિદ્યાર્થીઓએ શાસ્ત્રીય સંગીતના રાગોની ‘રાગાસ ફેસ્ટિવલ’માં ઉત્કૃષ્ટ રજૂઆત કરી…

પાટણ તા. ૮
પાટણના કલારસિક લબ્ધપ્રતિષ્ઠિત નગરજનોના સહકારથી ચાલતી સંસ્થા હ્રી ધ્વનિ સંગીત મહાવિદ્યાલય દ્વારા શાસ્ત્રીય સંગીત ઉપર આધારિત ‘રાગાસ ફેસ્ટિવલ-૨૦૨૫ ‘નું આયોજન ત્રણ સેસનમાં કરવામાં આવ્યું હતું.
શહેરની તપોવન સ્કૂલ ખાતે યોજાયેલ પ્રથમ સેસન એટલે કે ૧૮૧ મા સભાગાન માં ૧૨ વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા શાસ્ત્રીય રાગોથી રજૂઆત કરી હતી.જયારે દ્વિતીય સેસનની ૧૮૨ માં સભાગાનમાં ૧૨ વિદ્યાર્થીઓ દ્વારા રાગ તિલક કમોદ, બિંદાબની સારંગ, ભૈરવ, બિહાગ, યમન, ભીમપલાસી, બાગેશ્રી, કાફી વગેરે રાગોની ખૂબ ઉત્કૃષ્ટ રજૂઆત કરવામાં આવી હતી.
આ રાગાસ ફેસ્ટિવલના અંતિમ પડાવની ૧૮૩ મી સભામાં હ્રીં ધ્વનિ સંગીત વિદ્યાલય ના સિનિયર વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્તમ રજૂઆતથી બધા શ્રોતાઓના મન મોહી લીધા હતા. આમ કુલ ૨૮ જેટલા વિદ્યાર્થી કલાકારોએ ભારતીય કલા સંસ્કૃતિની સુવાસ ફેલાવતા શાસ્ત્રીય સંગીત આધારિત રાગોની સુંદર રજૂઆત કરી હતી.
આ કાર્યક્રમ માં હ્રી ધ્વનિ સંગીત પરિવારના પ્રમુખ અશોકભાઈ વ્યાસ દ્વારા પ્રેરક ઉદબોધન આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.
હ્રી ધ્વનિ સંગીત પરિવારના ટ્રસ્ટી કે.સી.પટેલ,હરેશભાઈ મોદી,લાલેશભાઈ ઠક્કર,સ્નેહલભાઈ પટેલ, હાર્દિકભાઈ રાવલ,ડો.રાજગોપાલ મહારાજા, નિલેશભાઈ રાજગોર, અતુલભાઈ નાયક તેમજ સમગ્ર હ્રી ધ્વનિ સંગીત પરિવારે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી જીવનમાં હજુપણ ઉચ્ચતમ શિખરો પ્રાપ્ત કરતા રહે એવા શુભાશિષ પાઠવ્યા હતા.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.




