પાટણમાં AAP નું વિરોધ પ્રદર્શન: જામનગરની ઘટનાનો વિરોધ કરી કોંગ્રેસ વિરુદ્ધ કર્યા ઉગ્ર સૂત્રોચ્ચાર…

પાટણ
જામનગરમાં આમ આદમી પાર્ટીની જાહેરસભા દરમિયાન કોંગ્રેસના કાર્યકર તરીકે ઓળખ થયેલ એક વ્યક્તિ દ્વારા વિસાવદરના ધારાસભ્ય તથા લોકપ્રિય નેતા ગોપાલભાઈ ઇટાલિયા પર જૂતું ફેંકવાની ઘટના સામે આજે પાટણમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું.

પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે AAPના હોદેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે લોકશાહી પ્રણાલીમાં આવી હિંસક ઘટનાઓને કોઈ સ્થાન નથી. મહાત્મા ગાંધીજીની અહિંસાની વિચારધારાઓને કોંગ્રેસ ભૂલતી જઈ હિંસા અપનાવી રહી છે, એવો આક્ષેપ પણ AAP દ્વારા કરવામાં આવ્યો હતો.
આ દરમિયાન AAP ના કાર્યકરોએ કોંગ્રેસ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને ઘટનાનો તીવ્ર વિરોધ નોંધાવ્યો હતો.
કાર્યક્રમ સ્થળે આપ પાટણ વિધાનસભા પ્રભારી સ્વયંભાઈ સાલવી, પાટણ જિલ્લા ખજાનચી મનુભાઈ ઠક્કર, પાટણ વિધાનસભા કિસાન સેલ પ્રમુખ લક્ષ્મણભાઈ રબારી, વામૈયા જિલ્લા પંચાયત ઈન્ચાર્જ વિનુભાઈ સોલંકી, રણુંજ જિલ્લા પંચાયત ઈન્ચાર્જ દિલીપજી રાજપૂત, પાટણ શહેર સહ–પ્રભારી નિર્મલભાઈ સોલંકી, પાટણ શહેર એસ.સી. સેલ પ્રમુખ જે.ડી. પરમાર, તેમજ ગમનજી ઠાકોર, સુમિતભાઈ દેસાઈ, રાજુજી ઠાકોર, વિપુલજી ઠાકોર, મુકેશસિંહ ડાભી, વિજયસિંહ ડાભી સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here