100 થી વધુ દિવ્યાંગ લાભાર્થીઓએ આ નિ:શુલ્ક સાધન સહાય કેમ્પ નો લાભ લીધો…

પાટણ તા. 30
માનવ સેવા એ જ પ્રભુ સેવાના મંત્રને સાર્થક કરવા પાટણની ધરતી પર દિવ્યાંગો માટે એક વિશેષ સેવાયજ્ઞનું શુક્રવાર ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું.

પાટણ ક્રિષ્ના ગૃપ – ગોપાલક વિધાલય અને મુંબઈ રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગો માટે વિનામૂલ્યે આયોજિત આ સાધન સહાયના નિશુલ્ક કેમ્પ નો 100 થી વધુ દિવ્યાંગ લાભાર્થીઓએ લાભ લીધો હતો.

પાટણના ગોપાલક શૈક્ષણિક સંકુલ ખાતે દિવ્યાંગ લાભાર્થીઓ માટે આયોજિત આ નિ:શુલ્ક સાધન સહાય વિતરણ કેમ્પમાં પોલિયોગ્રસ્ત વ્યક્તિઓને કેલીપર્સ આપવામાં આવ્યાં હતાં.આ ઉપરાંત, અકસ્માત કે અન્ય કારણોસર જેમના ઘૂંટણથી
ઉપર કે નીચેના પગ કપાયા હોય તેવા વ્યક્તિઓને આધુનિક જયપુર ફૂટ અને રત્નનિધિ લેગ બેસાડવામાં આવતાં આ સાધનો થકી દિવ્યાંગો અન્ય પર નિર્ભર રહેવાને બદલે સ્વાવલંબી બન્યાં હતાં.
પાટણ ખાતે આયોજિત આ સેવા કેમ્પ અંગે ક્રિષ્ના ગ્રુપ પાટણના પ્રમુખ કિરણ દેસાઈએ જણાવ્યું હતું કે આ કેમ્પમાં પાટણ સહિત વાવ-થરાદ બનાસકાંઠા અને મહેસાણા માંથી 100 થી વધારે દિવ્યાંગ લાભાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જે તમામ રજિસ્ટ્રેશન થયેલ દિવ્યાંગ લાભાર્થીઓના હાથપગના માપ લેવામાં આવશે.અને આગામી પંદર દિવસ પછી તમામ લાભાર્થીઓને કૃત્રિમ હાથપગ લગાવાશે જેના થકી આ દિવ્યાંગો આત્મનિર્ભર થશે અને પોતાના રોજિંદા કામો સરળતાથી કરી શકશે.
પાટણના ગોપાલક શૈક્ષણિક સંકુલ ખાતે આયોજિત આ દિવ્યાંગ સહાય કેમ્પ ને સફળ બનાવવા ક્રિષ્ના ગૃપ ના સેવાભાવી યુવાનો સહિત ગોપાલક વિધા સંકુલ- છાત્રાલય અને મુંબઈ રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રતિનિધિઓ એ જહેમત ઉઠાવી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.




