પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખના નિવાસ્થાને એકાદશી વ્રતની ભક્તિમય માહોલમાં ઉજવણી કરાઈ..

એકાદશી વ્રત ઉજવણી દર્શન સાથે આનંદ ના ગરબા યોજાયા…

પાટણ તા. ૨૮
ધર્મની નગરી પાટણ શહેરમાં દરેક ધર્મના તહેવારોની ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે હાલમાં ચાલી રહેલા પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે એકાદશીના પાવન પર્વની પાટણના ધર્મપ્રેમી નગરજનો એ ભક્તિમય માહોલ વચ્ચે ઉજવણી કરી ભગવાન પૂર્ણ પુરુષોત્તમ ના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી.
પાટણ શહેરના શ્રીકુજ પાર્ક સોસાયટીમાં રહેતા પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દામીનીબેન હસમુખભાઈ પ્રજાપતિ પરિવારે પણ પવિત્ર એકાદશી વ્રતની પોતાના નિવાસ્થાને ભક્તિસભર કાર્યક્રમ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
આ એકાદશીના પાવન પર્વ નિમિત્તે તેઓના નિવાસ સ્થાને એકાદશી વ્રતના પૂજન – અર્ચન સાથે એકાદશી વ્રત ઉજવણી દર્શન અને ભક્તિ સંગીત ના તાલે આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પવિત્ર પ્રસંગે સોસાયટીના રહીશો સહીત તેમના સગા – સંબંધી અને સ્નેહી મિત્રોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શન પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here