ગુજરાત પ્રજાપતિ સમાજના વિકાસ ને વેગવંતો બનાવવા મજબૂત નેતૃત્વ મળ્યું…
પાટણ તા. ૭
પાટણ પ્રજાપતિ સમાજના અગ્રણી દાતા ભરતભાઈ પ્રજાપતિની ગતરોજ ગુજરાત પ્રજાપતિ સમાજના ઉપપ્રમુખ પદે નિમણૂંક કરાતા ગુજરાત પ્રજાપતિ સમાજના વિકાસને વેગવંતો બનાવવા મજબૂત નેતૃત્વ પ્રાપ્ત થયું છે.
પાટણ સહિત સમગ્ર ગુજરાતના પ્રજાપતિ સમાજના ગૌરવ સમા અને સમાજના દરેક કાર્યમાં તન, મન અને ધનથી સહયોગી બનનાર ભામાશા અને સારથી-હીરો તથા ટોયોટા શો- રૂમ પાટણ–પાલનપુરના પ્રોપરાઈટર ભરતભાઈ ગિરધરલાલ પ્રજાપતિની ગતરોજ ગુજરાત પ્રજાપતિ સમાજના ઉપપ્રમુખ તરીકે સર્વાનુમતે નિયુક્તી કરવામાં આવતાં તેઓની વરણીને ઉપસ્થિત સૌ સમાજ આગેવાનો એ સરાહનીય લેખાવી તેઓ સમાજ હિતના કાર્યોને વેગવંતા બનાવી સમાજને નવી ઊંચાઈએ લઈ જશે તેવો આશાવાદ વ્યકત કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
પાટણ પ્રજાપતિ સમાજના અગ્રણી દાતા ભરતભાઈ પ્રજાપતિની ગુજરાત પ્રજાપતિ સમાજના ઉપપ્રમુખ પદે કરવામાં આવેલ નિમણૂંક બદલ પાટણ પ્રજાપતિ સમાજમાં ખુશી વ્યાપી જવા પામી છે.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.




