બળિયા હનુમાન મંદિર ના મહંત સહિત પાલિકા પ્રમુખ સાથે નગર સેવકો અને ગણેશ ભકતો મોટી સંખ્યામાં હાજર રહ્યા…

ભગવાન ગણેશ ની પુજા- આરાધના સાથે મોદક નો પ્રસાદ અપૅણ કરી સૌ ગણેશ ભકતોએ ધન્યતા અનુભવી…
પાટણ તા. ૨૮
ગણેશ ચતુર્થી ના પાવન પ્રસંગે પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ શ્રી પદ્મનાભ ભગવાન ને સુંદર મજાની ગણેશજીની આગી થી શણગારવાની સાથે શ્રી પદ્મનાભ વાડી પરિસરમાં બિરાજમાન વિઘ્નહર્તા શ્રી ગણપતિ દાદા મંદિર પરિસર અને સમેળા માતાજીના મંદિર મા સ્થાપિત શ્રી ગણપતિ દાદા ની પ્રતિમા સન્મુખ પ્રથમ વખત શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ અને સમેળા માતાજી મંદિર સમિતિના સંયુક્ત ઉપક્રમે ગણેશ ઉત્સવનું ભક્તિમય માહોલ વચ્ચે આયોજન કરવામાં આવ્યું હતું.
વિઘ્નહર્તા દેવ શ્રીગણપતિ દાદા સન્મુખ ઉપસ્થિત સૌ ગણેશ ભક્તો દ્વારા પૂજા-પાઠ અને મહા આરતી કરી મોદક નો પ્રસાદ અપૅણ કરવામાં આવ્યો હતો.
આ પવિત્ર પ્રસંગે બળિયા હનુમાન મંદિર ના મહંત હરિદાસ બાપુ,પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર,નગર સેવક ભરતભાઈ ભાટિયા,છાયાબેન રાવલ,માનશીબેન ત્રિવેદી,જનકબેન ઓઝા, જાગૃતિબેન પ્રજાપતિ સહિત ના રાજકીય-સામાજિક આગેવાનોએ ઉપસ્થિત રહી ગજાનન ગણપતિ ની આરતી- પ્રસાદ નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
ગણેશ ચતુર્થી ના પાવન દિવસે શ્રી પદ્મનાભ વાડી પરિસરમાં આયોજિત ગણેશ ઉત્સવ ના પ્રસંગને સફળ બનાવવા શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી યશપાલ સ્વામી, કલ્પેશ સ્વામી, દશરથભાઈ પ્રજાપતિ, સ્વામી પરિવારના પ્રમુખ શાંતિભાઈ, ખન્નાભાઈ, ચંદ્રેશભાઈ, મહેશભાઈ, વિજયભાઈ, દેવાભાઈ,પુજારી જગદીશ ભાઈ, નિતિનભાઇ એ જહેમત ઉઠાવી
હતી.
શ્રી પદ્મનાભ વાડી પરિસરમાં સૌ પ્રથમ વખત આયોજિત કરવા
માં આવેલા ગણેશ ઉત્સવ
ની પાટણ પ્રજાપતિ
સમાજના પરિવારજનો સહિત ગણેશ ભકતોએ સરાહના કરી હતી
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ



