વિધાર્થીનીઓએ વેસ્ટ વસ્તુઓને બેસ્ટ બનાવી હોસ્ટેલ કેમ્પસ ને સુશોભિત બનાવ્યું…

પાટણ તા. ૨૮
પાટણ શહેરના મહોલ્લા, પોળો અને સોસાયટી વિસ્તાર સહિત કોમ્લેક્ષો મા ભક્તિમય માહોલ વચ્ચે ગણેશ ચતુર્થી ના પવિત્ર દિવસથી ગણેશ ઉત્સવ નો પ્રારંભ કરવામાં આવ્યો છે.
પાટણ ના કોલેજ કેમ્પસમાં આવેલ નોર્થ ગુજરાત એજયુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત શ્રી પી.કે કોટાવાલા ગલ્સૅ હોસ્ટેલમા રહેતી ૭૦ થી વધુ વિધાર્થીનીઓ વષૅ ૨૦૧૩ થી હોસ્ટેલ કેમ્પસમાં ગણેશ ઉત્સવ નું આયોજન કરવામાં આવે છે. ત્યારે ચાલુ વર્ષે પણ હોસ્ટેલની વિધાર્થીનીઓ દ્રારા માટી માથી ભગવાન ગણેશ ની પ્રતિમા તૈયાર કરવાની સાથે સાથે વેસ્ટ વસ્તુઓ નો ઉપયોગ કરી હોસ્ટેલ કેમ્પસ ની સુદર સજાવટ સાથે ૧૦ દિવસીય ગણેશ ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
હોસ્ટેલની તમામ વિધાર્થીનીઓએ શ્રી ની પ્રતિમાને વાજતે ગાજતે કેમ્પસમાં લાવી પુજા-પાઠ અને આરતી સાથે ગણપતિ બાપ્પા મોરિયા ના નાદ વચ્ચે સ્થાપિત કરી હતી.
કોલેજ કેમ્પસમાં કાર્યરત શ્રી પી.કે.કોટાવાલા ગલ્સૅ હોસ્ટેલ ખાતે આયોજિત ગણેશ ઉત્સવ દરમ્યાન વિધાર્થીનીઓ દ્રારા રાસ- ગરબાની રમઝટ વચ્ચે અનેકવિધ ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવનાર છે.
ગણેશ ઉત્સવના આ શુભ કાર્યને સફળ બનાવવા ગલ્સૅ હોસ્ટેલના ગૃહમાતા વિમળાબેન પટેલ સહિત ના સ્ટાફ પરિવાર નો ખુબ જ સહયોગ સાપડતો હોવાનું વિધાર્થીનીઓએ જણાવ્યું હતું.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.



