પાટણ બ્રહ્મ સમાજના અગ્રણી અને જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી વિનોદભાઈ જોશીને બેસ્ટ રોટેરીયન એવોર્ડ થી સન્માનિત કરાયા..

પાટણ તા. ૩૦
પાટણ બ્રહ્મ સમાજના અગ્રણી અને શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી ની સાથે અનેકવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલ રોટેરિયન વિનોદભાઈ જોશીને બેસ્ટ રોટેરિયન એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યાં છે.
વિનોદભાઈ જોશીને મળેલ આ એવોર્ડ બદલ પાટણ રોટરી પરિવાર સહિત શ્રી જગન્નાથ મંદિર પરિવાર સાથે તેમના સગા- સબંધી અને સ્નેહી મિત્રો એ ખુશી વ્યક્ત કરી વિનોદભાઈ જોશીને શુભેચ્છાઓ સાથે તેઓ ઉતરોતર નામના મેળવતાં રહે તેવી અભિલાષા વ્યકત કરી છે. વિનોદભાઈ જોશીએ પણ સૌ શુભેચ્છકો નો આભાર વ્યક્ત કરી જીવન પયૅત ભગવાન જગન્નાથ તેઓને સેવાકીય પ્રવૃત્તિઓ કરવાની શકિત આપે તેવી ઈચ્છા પ્રગટ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here