સિધ્ધપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ દશરથભાઈ પટેલ અને તેમના પૌત્ર ચિ.જીયાનના જન્મદિવસની સેવાકીય પ્રવૃત્તિ થકી ઉજવણી કરાઈ.

પાટણ તા. ૩૦
સિધ્ધપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને શૈક્ષણિક સામાજિક અને સેવાકીય સંસ્થાઓ સાથે તન,મન અને ધનથી સદાય જોડાયેલા દશરથભાઈ પટેલ અને તેમના પૌત્ર ચિ. જીયાન ના જન્મ દિવસની તેમના પરિવારજનો દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ અને વૃક્ષારોપણ ના કાર્યક્રમ થકી ઉજવણી કરવામાં આવી હતી.
દાદા અને પૌત્રના જન્મ દિવસની ઉજવણી ને યાદગાર બનાવવા પરિવારજનો સાથે સૌ સ્નેહી મિત્રોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સેવાકાર્ય ની સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ સહભાગી બની જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત સૌનું દશરથભાઈ પટેલ અને તેમના પરિવારજનોએ સ્વાગત સન્માન કરી રૂડા આવકાર સાથે આભાર ની લાગણી પ્રગટ કરી હતી..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here