આ વર્ષના વૈશ્વિક અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વભરમાં સ્વૈચ્છિક અને નિઃશુલ્ક રક્તદાન વધારવાનો છે…
પાટણ તા. ૧૪
પાટણની એસ.કે. બ્લડ બેંક ખાતે તા.૧૪ જૂનને રવિવારે વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સ્વૈચ્છિક રક્તદાન શિબિરોનું સફળતાપૂર્વક આયોજન કરનાર શહેરની વિવિધ ક્ષેત્રની આશરે ૪૦ સંસ્થા અને બ્લડ બેંકના સ્ટાફનું સન્માન કરાયું હતું. આ ઉજવણીનો મુખ્ય હેતુ સ્વૈચ્છિક રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરવાનો અને સમાજમાં નિયમિત રક્તદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હતો.
બ્લડ ગ્રુપ સિસ્ટમના શોધક વૈજ્ઞાનિક કાર્લ લેન્ડસ્ટેઈનર
ના જન્મદિવસ નિમિત્તે વિશ્વ રક્તદાતા દિવસ ઉજવવામાં આવે છે. આ વષૅની થીમ “One Drop of Humanity. Give Blood. Save Lives.” રાખવામાં આવી હતી.
આ થીમ માનવતા, કરુણા અને સામૂહિક જવાબદારી
ના મૂલ્યોને ઉજાગર કરે છે, જેમાં લોહીના દરેક ટીપાને માનવતાનું પ્રતીક ગણાવવામાં આવ્યું છે.
પાટણ રોટરી ક્લબના પ્રમુખ ડો.પરિમલ જાની અને એસ.કે.બ્લડ બેંકના ટેકનિકલ ઓફિસર રો. બાબુભાઈ પ્રજાપતિએ રક્તદાનના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, ઇમર્જન્સી, પ્રસૂતિ, સર્જરી, કેન્સરની સારવાર અને અન્ય ગંભીર બીમારીઓમાં દર્દીઓ સુધી સમયસર રક્ત પહોંચાડવામાં રક્તદાતાઓનું યોગદાન અત્યંત અમૂલ્ય છે.
આ વર્ષના વૈશ્વિક અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વભરમાં સ્વૈચ્છિક અને નિઃશુલ્ક રક્તદાન વધારવાનો છે.
રોટરી ક્લબ ઓફ પાટણ સંચાલિત એસ.કે. બ્લડ બેંક પાટણ જિલ્લામાં છેલ્લા ૫૦ વર્ષથી રક્તસેવાની કામગીરી કરી રહી છે. જિલ્લાની એકમાત્ર બ્લડ બેંક તરીકે શરૂઆત કરનાર આ સંસ્થા આજે કોમ્પોનેન્ટ સુવિધા સહિતની આધુનિક વ્યવસ્થાઓ સાથે કાર્યરત છે. રક્તદાતાઓના સહયોગથી આ બેંક રાહતદરે સુરક્ષિત રક્તસેવા પૂરી પાડે છે.
આ કાર્યક્રમમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.દિવ્યેશ પટેલ,જગન્નાથ મંદિર ટ્રસ્ટી પિયુષ આચાર્ય, રોટરી ક્લબના પ્રમુખ ડો. પરિમલ જાની, ઉપ પ્રમુખ જય દરજી,બ્લડ બેંક ચેર
મેન જયરામભાઈ પટેલ સહિતના અગ્રણીઓ અને વિવિધ સંસ્થાના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. ચેતન પ્રજાપતિ એ અને આભાર વિધિ ડો. ઝેડ.એન સોઢાએ કરી હતી.




