પા.ન.પા. : બાકી મિલકતધારકો રકમ ભરપાઇ નહીં કરે તો પાલિકા તંત્ર દ્વારા નળ કનેકશન અને ભૂગર્ભ કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરાશે

વેરા શાખા માં ગુરુવાર ના એક જ દિવસે ૧૨૯ બાકી મિલકત ધારકોએ રૂ.૪.૬૦ લાખની રકમ જમા કરાવી રૂ.૫૩૩૬૮ વ્યાજ માફી મેળવી

પાટણ નગરપાલિકા વિસ્તારમાં રહેણાંક તથા બિન રહેણાંક મિલકત ધરાવતા તમામ મિલકત ધારકોને તાજેતરમાં સરકારની આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના હેઠળ કરદાતા તેમની મિલકત પેટે અગાઉના વર્ષના તમામ પ્રકારના વેરાની બાકી રકમ તારીખ ૩૧મી માર્ચ સુધીની તમામ રકમ ભરપાઈ કરે તેવા મિલકતધારકોને નોટિસ ફી, વ્યાજ, પેનલ્ટી,વોરંટી ફી પેટેની સો ટકા રકમ માફ કરવાનું નક્કી કરવામાં આવી છે. તે અંતર્ગત પાટણ નગરપાલિકા ખાતે પ્રોત્સાહક વળતર યોજના અન્વયે બાકી વેરા મિલકત ધારકો દ્વારા પોતાની બાકી વેરાની રકમ ભરપાઈ કરવા માટે વહેલી સવારથી જ પાટણ નગરપાલિકાના વેરા શાખા માં લાંબી કતારો જોવા મળી રહી છે.જ્યારે કુલ ૧૨૯ બાકી મિલકત ધારકોએ એક જ દિવસમાં ૪.૬૦ લાખની રકમ નગર પાલિકાના વેરા શાખા માં ભરપાઈ કરી રૂપિયા ૫૩૩૬૮ ની વ્યાજ માફી નો લાભ લીધો હોવાનું પાટણ નગરપાલિકા વેરા શાખાના અધિકારી લક્ષ્મણભાઈ પટેલે જણાવ્યું હતું.

પાટણ નગરપાલિકા વેરા શાખાના અધિકારી લક્ષ્મણભાઈ પટેલે જણાવ્યું હતું કે આવતીકાલ શુક્રવારથી જે પણ મિલકતધારકોની અગાઉની બાકી રકમ હોય અને તેઓ ભરપાઇ ન કરતા હોય તેવા મિલકતધારકોના નળ કનેક્શન અને ભૂગર્ભ કનેક્શન કાપવાની પણ કામગીરી પાલિકા વેરા શાખા દ્વારા હાથ ધરવામાં આવનાર હોવાનું તેઓએ જણાવ્યું હતુ…..!

તસ્વીર અને અહેવાલ :- ઉપેશ પંચાલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here