પંજાબ વિઘાનસભાની ચુંટણીમાં આમ આદમી પાર્ટી નો બહુમતી થી વિજયી થતા પાટણ જીલ્લા સહિત શહેર આમ આદમી પાર્ટીના કાર્યકરો અને આગેવાનો દ્વારા પાટણ શહેરનાં બગવાડા દરવાજા પાસે ભવ્ય આતાષબાજી કરીને વિજયી ઉત્સવ મનાવ્યો હતો અને અેક બીજા નું મો મીઠુ કરાવ્યુ હતું.

પાટણ જીલ્લા સહિત શહેરનાં આમ આદમી પાર્ટીનાં આગેવાનો હોદ્દેદારો કાર્યકરોઅે હર્ષ ની લાગણી અનુભવી હતી અને દિલ્હીના મુખ્યમંત્રી તેમજ આમ આદમી પાર્ટીના કેન્દ્રના સૈંયોજક અરવિંદ કેજરીવાલ ને હાર્દિક શુભકામનાઓ પાઠવી પાટણ જીલ્લા અને શહેરના આમ આદમી પાર્ટીના આગેવાનો હોદ્દેદારો કાર્યકર્તાઓ દ્ધારા કેજરીવાલજી તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ ના નારા લગાવ્યા હતા આ વિજય ઉત્સવ મા પાટણ જિલ્લા પ્રમુખ પ્રશાંતભાઈ ચૌઘરી, વિઘાનસાભા સીટ પ્રભારી દેવેનભાઈ પટેલ,પાટણ શહેર પ્રમુખ ઘર્મેશભાઈ પટેલ, તાલુકા પ્રમુખ બાબુજી ઠાકોર,પાટણ જીલ્લા કિસાન મોરચાના પ્રમુખ રાજુભાઈ ઠાકોર, જીલ્લા મંત્રી અલ્પેશભાઈ પટેલ, પ્રદેશ સોશિયલ મિડીયા સેલ સ્વયમ સાલવી, પાટણ શહેર મહામંત્રી વિજય રાઠોડ, નિકેષ ઠાકોર,હિતેશભાઈ પટેલ, વિષ્ણુભાઈ પટેલ, ગણપતસિંહ રાજપુત, નિષીત જોષિ, મનુભાઈ બારોટ, દિપકભાઈ દરજી, યુવા પ્રમુખ સંદિપ પટેલ, પાટણ જીલ્લા વિઘાર્થી નેતા મયંક પટેલ સહિતના આગેવાનો કાર્યકરતાઅો મોટી સંખ્યામા હાજર રહ્યા હતાં અને સમગ્ર વિજયી ઉત્સવ મનાવ્યો હતો….!
તસ્વીર અને અહેવાલ :- ઉપેશ પંચાલ




