વિધાર્થીઓ નાં વિવિધ પ્રશ્નો ની લેખિત રજૂઆત કરી યોગ્ય નિરાકરણ ની માંગ કરવામાં આવી
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાટણ શાખા દ્વારા પાટણ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને વિધાર્થીઓ નાં વિવિધ પ્રશ્નો નાં નિરાકરણ મામલે યોગ્ય કરવાની રજૂઆત સાથે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.
અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કુલપતિને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે માર્ચ-2022 માં ચાલી રહેલ પરીક્ષા દરમિયાન 8/03/2022 ના રોજ બી.એડ નું પ્રશ્નપત્ર ગુજરાતી ભાષા ની જગ્યાએ અંગ્રેજી માં પૂછ્યું અને એ પછી બીજા દિવસે એમ.એ ના અંગ્રેજી વિષય નું પેપર નવા કોર્ષ ની જગ્યાએ જુના કોર્ષ માં પૂછ્યું જેના કારણે પેપર રદ કરવામાં આવ્યા આ યુનિવર્સિટી ના પરિક્ષા વિભાગ ની બેદરકારી ના કારણે વિધાર્થીઓ હેરાન થઈ રહ્યા છે જે યોગ્ય નથી આથી આ.ભા.વિ.પ ની માંગ છે કે બાકી રહેલ પરીક્ષા યોગ્ય રીતે લેવામાં આવે અને આવી ભૂલો બીજીવાર ના થાય તેની કાળજી લેવામાં આવે તથા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને W-૧૦૩,વિથ હેલ્ડ અને પેન્ડિંગમાં રહેલા પરિણામ યોગ્ય સમય મુદ્દતે મળી ન રહેતા વિધાર્થીઓને આગળ ના અભ્યાસ માં અડચણ આવતી હોવાથી આ.ભા.વી.પ ની માંગ છે કે વિધાર્થીઓને યોગ્ય સમય મુદ્દત આપવામાં આવે જેથી તેમના આગળ નો અભ્યાસ પણ ના બગડે અને યુનિવર્સીટી ની cash બારી એ વિધાર્થીઓને પેમેન્ટ સમયે સરળતા માટે QR code(UPI payment) ઉપલબ્ધ કરવામાં આવે તેવી આ.ભા.વી.પ દ્વારા કુલપતિ સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવાનું યુનિવર્સિટી કાયૉલય મંત્રી વૈદિક પટેલે જણાવ્યું હતું…..!
તસ્વીર અને અહેવાલ :- ઉપેશ પંચાલ




