રાજયોગના નિયમિત અભ્યાસ થી મન સશક્ત બને છે : નીલમદીદી
વિશ્વ મહિલા દિવસે પાટણ બ્રહ્મા કુમારી સેન્ટર ખાતે મહિલા સ્નેહ મિલન નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઉપસ્થિત મહિલા મહાનુભાવો દ્વારા મહિલાઓ લક્ષી માગૅદશૅન પુરૂ પાડવામાં આવ્યું હતું જેમાં સંગીતાબેને ઉપસ્થિત બહેનોને જણાવ્યું હતું કે બાળકોને આપણી સંસ્કૃતિ ના પાઠ ભણાવવા જરૂરી છે. બહેનોએ દરેક સંબંધ નિભાવવા સહન કરવું પડે તો પણ ગભરાશો નહિ આપણને નવું શીખવા મળે છે.
સ્મિતાબેન વ્યાસે કહ્યું કે મને ગર્વ છે કે હું એક નારી છું અને આટલા સારા અધ્યાત્મ વાતાવરણમાં મહિલા દિવસે મને વિચાર રજૂ કરવાનો મોકો મળ્યો છે. મનની સાચી શાંતિ જોઈએ કે પછી મોટિવેશન માટે આ સંસ્થા દરેક વર્ગ ના લોકો માટે ખુબ સરાહનીય કાર્ય કરે છે. વિશ્વ ના વિશાળ ફલક પર ફેલાયેલી આ સંસ્થા ખુબ સારી સેવાઓ કરી રહી છે. આપણે સહુ પણ સાથે મળીને સહયોગ આપીશું તો ભારત સ્વર્ગ બનાવી શકીશું.

હેમાંગીનીબેને 16 વર્ષનો રાજયોગના નિયમિત અભ્યાસ નો સ્વાનુભવ કહેતા કહ્યું કે જીવનમાં સંઘર્ષ તો આવતા રહેવાના પરંતુ પરમાત્માની મદદથી હિંમત મળે છે.
નીતાબેને મહિલાઓને પ્રેરણા આપતા કહ્યું કે જીવનમાં જયારે પણ હતાશા ,નિરાશા આવે તો આ સંસ્થા માં આવી લાભ લેજો આપણે આપણી શક્તિઓને ઉજાગર કરવાની છે. પોતાની છુપાયેલી શક્તિઓને બહાર લાવો અનેકોને મદદરૂપ બનવાનો પ્રયાસ કરીએ. આપણે ઘણું બધું કરી શકીએ છીએ.
એડવોકેટ જ્યોતિબેને સર્વનો આભાર પ્રકટ કરતા કહ્યું કે શક્તિ સ્વરૂપ નીલમદીદી મહિલાઓને સશક્ત બનાવવામાં ખુબ મદદ કરી રહ્યા છે. અમારા જેવી અનેક મહિલાઓને પરમાત્મા શક્તિની મદદથી હિંમત આપી છે.
બ્રહ્મા કુમારી સેન્ટર ખાતે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે આયોજિત મહિલા સ્નેહ મિલન કાર્યક્રમનું સુંદર સુચારુ રૂપ થી સંચાલન નેહાબેન દ્વારા કરવામાં આવ્યું હતું….!
તસ્વીર અને અહેવાલ :- ઉપેશ પંચાલ.



