ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત ભીખુ સંઘની ઉપસ્થિતિમાં બીધો દ્વારા બૌધોનો અને બીધો માટે રચાયેલ “ગુજરાત બૌધ્ધ સંઘ” ની સાણંદ ખાતે રાજ્ય લેવલની પ્રથમ બૌધ્ધ સંગીતી યોજાઈ હતી જેમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓ, તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાંથી વિશાળ સંખ્યામાં બૌધ્ધો ની ઉપસ્થિતિમાં વંદનીય ભન્ન પ્રજ્ઞારત્ન થેરો, મત્તે આનંદ ઘેરો, ભન્ત સરીપૂત્ત, ભન્તે પથિક, શ્રમણ ભન્તે ઉપાલી શ્રમણ ભન્તે સુગત વિપસ્સીના માર્ગદર્શન હેઠળ બૌધ્ધ તજજ્ઞો અને વરિષ્ટ બોધ્ધોએ પોતાના અનુભવના આધારે વર્તમાન સમયને અનુકૂળ સંઘને મજબૂત બનાવવા માટે અભિપ્રાયો આપ્યા હતા.

વિશ્વમાં શાંતિ અને ક્રાંતિના પ્રતીક સમાન તથાગત ગૌત્તમ બુદ્ધના ધમ્મને ગુજરાતના ઘર ઘર અને જન જન સુધી પહોંચાડવા માટે સૌ સહિયારા પ્રયાસો કરવા માટે સંકલ્પબદ્ધ થયા હતા.
આ તકે ગુજરાતના સાત ઝોન દ્વારા ઝોન, જિલ્લા અને રાજ્ય લેવલના કન્વીનર સહુ કન્વીનરોએ સ્વૈચ્છીક જવાબદારીઓ સ્વીકારી ધમ્મના કારવાને આગળ ધપાવવામાં પ્રતિનિધિત્વ લીધેલ છે. આ તકે સંઘ તરફથી ગુજરાતમાં વસતા બૌધોએ સામાજિક પ્રસંગોએ કરવામાં આવતા બૌધ્ધ સંસ્કારોના માર્ગદર્શન માટે “બૌધ્ધ સંસ્કાર” બુક બનાવીને ટૂંક સમયમાં પ્રકાશિત કરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી તેમજ આગામી દિવસોમાં ગુજરાત બૌધ્ધ સંઘ દ્વારા વિશાળ મહાસંમેલન કરવા માટે પણ સૌએ તૈયારી દર્શાવી હતી.
જ્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મિલિંદ બૌધ્ધ – સાણંદ, સુમેધ તથાગત- રાજકોટ, પ્રસેનજીત રાજ – મહેસાણા, કુમાર બૌધ્ધ – જામનગર, મહેન્દ્ર સંઘપાલ – અમદાવાદ, હાર્દિક બૌધ્ધ – અમદાવાદ, રાકેશ પ્રિયદર્શી – અમદાવાદ, વિનયસાગર અનિત્ય – રાજકોટ, પ્રબોધકુમાર બૌધ્ધ – જામનગર તેમજ યજમાન પદેથી સાણંદથી મિલિંદ બૌધ્ધ અને તેમની ટીમે ખૂબ જ જહેમત ઉઠાવી હતી.
તસ્વીર અને અહેવાલ :- હાર્દિક સોલંકી – ઉંઝા



