વડોદરાના વિશ્વામિત્રીના ઘાટ પર મ. સયાજીરાવના જીવન પર પ્રદર્શનનો પ્રારંભ

વડોદરાના વિશ્વામિત્રીના ઘાટ પર મહારાજા શ્રીમંત સયાજીરાવના જીવન પર પ્રદર્શનને મ.સમરજીતસિંહજી ગાયકવાડે ખુલ્લુ મુક્યું હતું

વડોદરાના વિશ્વામિત્રીના ઘાટ પર મહારાજા શ્રીમંત સયાજીરાવના જીવન પર પ્રદર્શનને મ.સમરજીતસિંહજી ગાયકવાડે ખુલ્લુ મુક્યું હતું.

વડોદરાના કાલાઘોડા નજીક આવેલા વિશ્વામિત્રી નદીના યવતેશ્વર ઘાટ પર ઇતિહાસવિદ્ ચંદ્રશેખર પાટિલ દ્વારા વડોદરાના મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડની જન્મ જયંતી નિમિત્તે ફોટો પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. તેને મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ ખુલ્લુ મૂક્યું હતું. તા. 12 સુધી સવારે 10 થી 6 સુધી નગરજનો પ્રદર્શન નિહાળી શકશે. આ પ્રસંગે સમરજીતસિંહ ગાયકવાડે જણાવ્યું હતું કે વડોદરાના કેટલાક યુવકો અને સામાજિક સંસ્થાએ ભેગા મળી ઘાટનું નવનિર્માણ કર્યું છે. તે અભિનંદનીય છે. જો શહેર આખું વિશ્વામિત્રી નદીની શુદ્ધિ માટે જાગૃત બને, કાર્યરત બને તો નદી ચોક્કસ નિર્મળ બનશે. તેવો આશાવાદ આશાવાદ કર્યો હતો. અને ચંદ્રશેખર પાટીલ, વિરલ ચૌધરી, અરવિંદ પવાર, શક્તિ પવાર અને સંજય સોની સહિતના યુવકોને અભિનંદન આપ્યા હતા.

મનીષ જોષી “મૌન”દ્વારા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here