આંતરરાષ્ટ્રીય મહિલા દીન અનુસંધાને ભાજપની મહિલા મોરચાની બહેનો દ્વારા સફાઈ કામદાર 140 બહેનોને સાડીનુ વિતરણ કરી સન્માનિત કરાયા

PATAN :પાટણ જિલ્લા ભાજપની મહિલા મોરચાની બહેનો દ્વારા દિપ પ્રાગટ્ય કરી સફાઈ કર્મચારી ની બહેનોને સાડી વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો જયારે આ કાર્યક્રમ દરમ્યાન
પાટણ નગરપાલિકા સાથે જોડાયેલી કાયમી રોજમદાર અને હંગામી તમામ સફાઈ કર્મચારીની 140 જેટલી બહેનોને સાડી વિતરણ કરવામાં આવી હતી

આ સમગ્ર કાર્યક્રમ પાટણ શહેરના જગદીશ મંદિર પરિસર ખાતે યોજાયો હતો અને આ પ્રસંગે પાટણ જીલ્લા મોરચા પ્રમુખ સુષ્માબેન રાવલ, પાટણ જીલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેન મકવાણા, પાટણ તાલુકા પંચાયત પ્રમુખ મ‍ાયાબેન ઝાલા,પાટણ નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ, પાટણ જીલ્લા મહામંત્રી મોરચો અને પાટણ જીલ્લા મહિલા મોરચાના હેતલબેન પ્રજાપતિ સહિતની આગેવાન કાર્યકર્તા મહિલાઓ તેમજ સફાઈ કામદાર મહિલાઅો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી અને સમગ્ર સાડી વિતરણના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો….!

તસ્વીર અને અહેવાલ :- ઉપેશ પંચાલ

PATAN'S DEVDA

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here