ઉત્તરપ્રદેશ,પંજાબ, ઉત્તરાખંડ મણિપુર અને ગોવા વિધાનસભાના જાહેર થયેલા પરિણામોમાં ચાર રાજ્યોમાં ભાજપનો ભગવો લહેરાયો

દેશના સૌથી મોટા રાજ્ય એવા ઉત્તરપ્રદેશમાં ભાજપની ઐતિહાસિક જીત

વિધાનસભાના જાહેર થયેલા પરિણામોમાં પાંચ રાજ્યોમાંથી ચાર રાજ્યોમાં ભાજપનો ભગવો લહેરાયો છે. આ વિજયઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેના ભાગરૂપે પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે પણ પાટણ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય આતશબાજીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર,તાલુકા પ્રમુખ મગનભાઈ પટેલ,શહેર પ્રમુખ કિશોર મહેશ્વરી, નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ સહિત જિલ્લા,તાલુકા અને શહેરના હોદ્દેદારો નગરપાલિકાના કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં કાર્યકરો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોરે જણાવ્યું હતું કે ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથની કામગીરીને લોકોએ જનાદેશ આપ્યો છે.તો આ ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. હવે કોંગ્રેસ માત્ર લોકલ પાર્ટી બની રહેશે તેવું ચોક્કસ લાગી રહ્યું છે….!

તસ્વીર અને અહેવાલ :- ઉપેશ પંચાલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here