
પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના રંગભવન વિશ્વ હિન્દુ પરિષદનો કાર્યક્રમ યોજાયો.

દુર્ગાષ્ટમી – શકિત સંચલન” કાર્યક્રમ યોજાયો.

વિશ્વ હિંન્દુ પરિષદ પાટણ જીલ્લા દ્વારા યુનિવર્સીટી રંગભવન ખાતે લવજેહાદીઓ જેવા કિસ્સામાં યુવતીઓ પોતાની રક્ષા કરી શકે અને સક્ષમ બને તે માટે હિન્દુ સમાજની સુરક્ષા “દુર્ગાષ્ટમી – શકિત સંચલન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

ડૉ. મીનાબેન હીરવાણીયા, જિલ્લા સંપર્ક પ્રમુખ, રાષ્ટ્રીય સેવિકા સમિતિ ના અધ્યક્ષ સ્થાને આયોજીત કાર્યક્રમમાં મુખ્યમહેમાન તરીકે કાજલબેન વ્યાસ, મહિલા સરપંચ ગામ ચંદ્રમાણાની વિશેષ ઉપસ્થિત રહ્યાં હતા. આશીર્વનચન પ.પૂ.સાધ્વી દીદીમાં આભાનંદ સરસ્વતીજીએ પાઠવ્યા હતા. મુખ્યવક્તા તરીકે પિન્કી દીદી પવાર, દુર્ગાવાહીની રાષ્ટ્રીય સંયોજીકાએ તેમના વક્તવ્યમાં જણાવ્યુ હતુ કે આજે દુર્ગાવાહિની યુવતીઓમાં શારીરિક, માનસિક અને બૌદ્ધિક શકિતને જાગૃત કરી સંગઠન દ્વારા સેવા, સુરક્ષા અને સંસ્કારના ભાવ લઇ કાર્ય કરી રહી છે. દુર્ગાવાહિની દ્વારા એવી હિન્દુ યુવતીઓને પ્રશિક્ષિત કરવામાં આવે છે જેના દ્વારા લવજેહાદ, ધર્માતરણ, સાંસ્કૃતિક આક્રમણ, રાષ્ટ્ર વિરોધી તાકાતો જેવી સમસ્યાઓનો સામનો કરી હિન્દુ સભ્યતા અને સંસ્કૃતિને જાગૃત કરાવતા વિવિધ કાર્યક્રમો દ્વારા સંસ્કારનું કાર્ય કરાઈ રહ્યું છે. આજે જયારે જેહાદીઓ ભારતના પ્રત્યેક ખૂણાને લવજેહાદથી ઘમરોળી રહ્યા છે ત્યારે માઁ દુર્ગાનો આદર્શ સામે રાખીને યુવતીઓ પોતાની રક્ષા કરી શકે તેવી સક્ષમ બનીને હિન્દુ સમાજની સુરક્ષા કરી શકે તે માટે “દુર્ગાષ્ટમી – શકિત સંચલન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વધુમાં વધુ હિન્દુ યુવતીઓ તથા માતૃશકિત જોડાઇને રાષ્ટ્ર રક્ષાના સંકલ્પને દૃઢ કરે એવું તેમણે આહવાન કર્યુ હતુ.



