શ્રી જય પરશુરામ કો-ઓ ક્રે.સો.પાટણ ની 10 મી. સાધારણ સભા મળી..

ક્રેડિટ સોસાયટી એ ચાલુ વર્ષે 100% વસુલાત કરી રૂ.2.70 લાખનો ચોખ્ખો નફો કર્યો…

પાટણ તા.૨૬
શ્રી પાટણ વાડા ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સેવા સમાજ સંચાલિત 250 થી વધુ સભાસદો ધરાવતી શ્રી જય પરશુરામ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લી.પાટણની 10 મી વાર્ષિક સાધારણ સભા રવિવારના રોજ શહેરના જનતા હોસ્પિટલ સામે આવેલ શ્રી મણિલાલ જયશંકર રાવલ ઔદિચ્ય વિધાર્થી ભવન ના હોલમાં પ્રમુખ કે.એન.ઠાકર, મેનેજિંગ ડિરેકટર એચ.એલ.દવે, ઉપપ્રમુખ અમરતલાલ એમ.મહેતા સહિતના ડિરેકટરો, સભાસદો ની વિશેષ ઉપસ્થિતિમાં મળી હતી.
પાટણ સભાની શરૂઆતમાં ઉપસ્થિત સૌનું હાર્દિક સ્વાગત કરી તારીખ 1-4-2024 થી 31-3-2025 સુધીના હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા.તો ચાલુ સાલે ક્રેડિટ સોસાયટી એ 100% વસુલાત કરી અંદાજે રૂ.2.70 લાખનો ચોખ્ખો નફો કર્યો હોવાનું જણાવી રજુ કરેલા હિસાબો ને સવૉનુંમતે મંજૂર કરવામાં આવ્યો હતો.
આ સાથે સમાજની ક્રેડિટ સોસાયટીના હિતમાં ઉપસ્થિત સૌના મંતવ્યો મેળવી ભવિષ્યમાં સમાજની ક્રેડિટ સોસાયટી પ્રગતિના શિખરો સર કરે તેવી સૌવે આશા વ્યક્ત કરી હતી.
આ સાધારણ સભામા ચાણસ્મા તાલુકા ભાજપના પ્રમુખ કિરણભાઈ જાની સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર સાધારણ નું સફળ સંચાલન અશ્વિનભાઈ પંડ્યા અને વિરેશભાઈ વ્યાસે કર્યું હતું ત્યારે આભાર વિધિ લાભશંકરભાઈ પી.જોશી એ કરી બેઠકને પૂર્ણ જાહેર કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here