જીવદયા પ્રેમીઓને આ શ્રીહરિ ઓટલા ઉપર જ ખોરાક નાખવા અને પરિસરમાં સ્વછતા જાળવવા અપીલ કરાઈ.
પાટણ તા. ૮
પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીના મંદિર સંકુલમાં આશ્રય લઈ રહેલા અસંખ્ય કપિરાજો અને શ્વાનો સહિતના અબોલ જીવો ને દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓ દ્રારા નિત્ય ફળ-ફળાદી, બિસ્કીટ, ટોસ, રોટલી- રોટલા, કિડિયારૂ સહિત ની ચીજવસ્તુઓ નાખવામાં આવતી હોય જેને કારણે ધણી વખત શ્રી પદ્મનાભ વાડી પરિસર
માં અસ્વચ્છતા સજૉતી હતી.
ત્યારે આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે શ્રી પદ્મનાભ ભગવાન મંદિર ટ્રસ્ટ દ્રારા મંદિરના હારિયાની જગ્યામાં આવાઅબોલ જીવો માટે શ્રીહરિ ના ઓટલા નું નિમૉણ કરવામાં આવ્યું હતું. જે શ્રીહરિ ઓટલા ને રવિવારના પવિત્ર દિવસે સમાજના આગેવાન ભરતભાઈ પ્રજાપતિ,નવનીતભાઈ કોન્ટ્રાક્ટર,હસમુખભાઈ,શાંતિભાઈ સ્વામી,વિવેક સ્વામી,યશપાલ સ્વામી,
ચંદ્રેશભાઈ સ્વામી, ખન્નાભાઈ, વિજયભાઈ,મહેશભાઈ, કનુભાઈ સહિતના આગેવાનો એ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે અબોલ જીવો માટે તૈયાર કરાયેલ શ્રીહરિ ઓટલા ને રિબિન કાપી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા સમાજના આગેવાનો સહિત શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ શ્રી પદ્મનાભ ભગવાન ના ભકતો સહિત જીવદયાની ભાવના સાથે અબોલજીવોને જયાં ત્યાં ખાવાનું નાખીને પરિસરમાં અસ્વચ્છતા ન ફેલાઈ તે માટે હારિયા મા નિમૉણ કરાયેલા આ શ્રીહરિ ઓટલા ઉપર જ અબોલ જીવો માટે નો ખોરાક નાખવા અને શ્રી પદ્મનાભ ભગવાન ની વાડી ની સુદરતા બની રહે તે માટે સહકાર આપવા અપીલ કરી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.




