શ્રી પદ્મનાભ ભગવાન મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે યશપાલ સ્વામી ની વરણી ને કુલપતિ એ વધાવી ધમૅ સંગ્રહ પુસ્તક ભેટ ધર્યું..

ગુરુતુલ્ય કુલપતિ દ્વારા અર્પણ કરાયેલ પુસ્તક સ્વીકારી યશપાલ સ્વામી એ આભારની લાગણી વ્યક્ત કરી..

પાટણ તા. ૧૬
પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે સમાજના સેવાભાવી યુવાન યશપાલ સ્વામીની વરણી કરવામાં આવતા સમાજના આગેવાનો સહિત તેમના બહોળા મિત્રવર્તુળમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે. ત્યારે બુધવારના રોજ પાટણ હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પ્રો.કે.સી.પોરીયાએ પણ યશપાલ સ્વામી ની આ વરણીને વધાવી મો મીઠું કરાવી પૂજ્યપાદ્દ આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજય ભદ્રંકરસૂરીશ્વરજી મહારાજ લિખીત ધર્મ -સંગ્રહ પુસ્તક અર્પણ કરી
શુભેચ્છાઓ પાઠવી હતી. શ્રી પદ્મનાભ ભગવાન મંદિર ટ્રસ્ટના નવનિયુક્ત ટ્રસ્ટી યશપાલ સ્વામીએ પણ ગુરુતુલ્ય કુલપતિના આશીર્વાદ મેળવી આભારની લાગણી વ્યકત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here