ગુજરાતનું રાજકારણ હંમેશા બે પક્ષો વચ્ચે વહેંચાયેલું રહ્યું છે, પરંતુ આ વખતે પાટણની ભૂમિ પરથી પરિવર્તનના શંખનાદ સંભળાઈ રહ્યા છે. વર્ષોથી જે જનતા ભાજપ અને કોંગ્રેસના વાયદાઓથી થાકી છે, તે હવે એક નવા ચહેરામાં આશા શોધી રહી છે. અમે વાત કરી રહ્યા છીએ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉપેશ પંચાલની, જેમણે પાટણની ગલીઓમાં પરિવર્તનની લહેર જગાવી છે.
ગ્રાઉન્ડ રિપોર્ટ: જનતાનો મિજાજ*
પાટણની જનતામાં અત્યારે ભારે રોષ છે. રોષ એ વાતનો કે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ જીત્યા પછી પોતાના મતવિસ્તાર પ્રત્યે દુર્લક્ષ રાખતા હોય છે ત્યારે પ્રજા પૂછી રહી છે કે મત આપ્યા પછી અમારા પ્રશ્નોનું શું? ત્યારે આ રાજકીય શૂન્યાવકાશને ભરવા માટે મેદાને આવ્યા છે ‘આપ’ના ઉમેદવાર ઉપેશ પંચાલ.
સતત ઉપલબ્ધતા:
ઉપેશ પંચાલનો સંકલ્પ છે કે તેઓ જીત્યા પછી પણ પ્રજાની સાથે રહી પ્રજાના કાર્યમાટે કાયમ તત્પર રહેશે.
પ્રશ્નોનું નિરાકરણ:
સ્થાનિક પ્રશ્નો માટે સતત ચિંતિત અને સક્રિય રહેવાની તેમની છબી પ્રજાને આકર્ષી રહી છે.
ભાજપ-કોંગ્રેસથી ત્રસ્ત જનતા હવે આમ આદમી પાર્ટીને એક સજ્જડ અને સક્રિય પક્ષ તરીકે જોઈ રહી છે.
લોકો શું કહી રહ્યા છે?
પાટણના ચોક અને ચર્ચાઓમાં હવે એક જ સુર સંભળાઈ રહ્યો છે.”ખૂબ જોઈ લીધા પક્ષો, હવે જોઈએ છે કામ.”
લોકોમાં ચર્ચા છે કે જો એક ઉમેદવાર જીત્યા પહેલા આટલી ચિંતા કરતો હોય, તો વિજયી બન્યા પછી તે ખરેખર લોકસેવક બનીને બતાવશે.
ઉપેશ પંચાલની વધતી લોકપ્રિયતાએ સ્થાપિત પક્ષોની ઊંઘ ઉડાવી દીધી છે. શું આ લોકજુવાળ મતમાં પરિવર્તિત થશે? શું પાટણની જનતા ઉપેશ પંચાલને ભવ્ય બહુમતીથી વિજયી બનાવી ઈતિહાસ રચશે? આ સવાલનો જવાબ તો ઈલેક્શન રિઝલ્ટ આપશે, પણ હાલ પૂરતું તો ‘આપ’નું પલ્લું ભારે દેખાઈ રહ્યું છે….!




