નિઃસંતાન દંપતીઓ માટે આશાનું નવું કિરણ: પાટણમાં ‘હોફર’ ક્લિનિક દ્વારા આધુનિક હોમિયોપેથી સારવારનો પ્રારંભ

દિવસમાં માત્ર 15 પેશન્ટ: ગુણવત્તાયુક્ત સારવારના સંકલ્પ સાથે પાટણમાં ‘હોફર’ ક્લિનિકનો પ્રારંભ.

ખર્ચાળ સારવારથી મુક્તિ: હવે પાટણમાં જ મળશે સરળ અને સુરક્ષિત હોમિયો ફર્ટિલિટી સારવાર.

પાટણ:
પાટણ જિલ્લામાં પ્રથમ વખત નિઃસંતાન દંપતીઓ માટે આશાનું નવું કિરણ જાગ્યું છે. શહેરના બગવાડા વિસ્તારમાં મણિભદ્ર હાઈટ્સ ખાતે હોમિયો ફર્ટિલિટી કેર ક્લિનિક ‘હોફર’ (HOFER) ની શરૂઆત કરવામાં આવી છે. આ ક્લિનિકમાં નિઃસંતાન દંપતીઓ માટે ખાસ હોમિયોપેથી ટ્રીટમેન્ટ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સારવારની મુખ્ય વિશેષતા એ છે કે તે અત્યંત સરળ, સુરક્ષિત, ઓછી ખર્ચાળ અને કોઈપણ આડઅસર વગરની અસરકારક પદ્ધતિ છે. જે દંપતીઓ માતા-પિતા બનવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે, તેમના માટે ‘હોફર’ આશા, વિશ્વાસ અને સફળતાનું પ્રતીક બની રહેશે.
શહેરના બગવાડા દરવાજા વિસ્તારમાં આવેલ મણિભદ્ર હાઈટ્સ ખાતે ‘હોફર’ (HOFFER) ક્લિનિકની પ્રથમ બ્રાંચનું ૧૦ મે, ૨૦૨૬ ના રોજ ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ ક્લિનિક ખાસ કરીને નિઃસંતાનપણાની સમસ્યાનો સામનો કરી રહેલા દંપતીઓ માટે હોમિયોપેથી દ્વારા અસરકારક સારવાર પૂરી પાડશે.


ક્લિનિકના સહ-સ્થાપક અને કન્સલ્ટન્ટ હોમિયોપેથ ડૉ. માહિર સિંધીએ જણાવ્યું હતું કે, આજકાલ અનેક દંપતીઓ લગ્ન પછી સંતાન પ્રાપ્તિમાં મુશ્કેલી અનુભવતા હોય છે. ખાસ કરીને મહિલાઓમાં PCOD, PCOS અને અનિયમિત માસિક જેવી સમસ્યાઓ જોવા મળે છે. ઘણી જગ્યાએ સારવાર કરાવ્યા છતાં પરિણામ ન મળતું હોય તેવા કિસ્સાઓમાં હોમિયોપેથી ખૂબ જ કારગત સાબિત થઈ શકે છે.
અહીં હોફર’ ખાતે નિષ્ણાત ડોક્ટરોની ટીમ માત્ર હોમિયોપેથી પર આધારિત એક નવા કોન્સેપ્ટ સાથે સારવાર શરૂ કરવામાં આવી છે. અહીં ડૉ. માહિર સિંધી અને ડો. હર્ષ કાપડિયા ની સાથે ઇનફર્ટિલિટી (નિઃસંતાનપણું) વિષયના નિષ્ણાત અને ક્વોલિફાઈડ હોમિયોપેથિક ડોક્ટરોની ટીમ કાર્યરત છે. જે દર્દીની પરિસ્થિતિ અને રિપોર્ટ્સના આધારે સંપૂર્ણ વૈજ્ઞાનિક પદ્ધતિથી સારવાર કરશે. જેની વિશેષતાઓમાં ક્લિનિકમાં સંપૂર્ણ હોમિયોપેથિક અને કોઈ પણ આડઅસર વગરની કુદરતી સારવાર આપવામાં આવશે. દરેક દર્દીની શારીરિક અને માનસિક સ્થિતિ મુજબ અલગ સારવાર પદ્ધતિ પૂરી પાડવામાં આવશે, પાટણના હાર્દ સમાન વિસ્તારમાં આધુનિક ક્લિનિકની સુવિધા ધરાવે છે. ગુણવત્તાયુક્ત સારવાર જળવાઈ રહે તે માટે દરરોજ ફક્ત ૧૫ પેશન્ટ માટે જ મર્યાદિત એપોઇન્ટમેન્ટ રાખવામાં આવી છે.
ડૉ. માહિર સિંધીએ પાટણ અને આસપાસના વિસ્તારના લોકોને આ સેવાનો લાભ લેવા અને સંતાન પ્રાપ્તિના સ્વપ્નને સાકાર કરવા માટે રસ ધરાવતા દંપતીઓએ વહેલી તકે પોતાની એપોઇન્ટમેન્ટ બુક કરાવી લેવા ક્લિનિક દ્વારા જણાવાયું છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here