
પાટણ શહેરના રેલવે સ્ટેશન નજીક આવેલ વિનાયક કોમ્પલેક્ષ ખાતે તા. 28/7/2024 ના પવિત્ર દિવસે શ્રી કાળભૈરવદાદા ની અસીમ કૃપાથી પ્રારંભ કરાયેલ ડો. માર્મિક વિનોદભાઈ મોદી અને ડો. દેવલ દોશી ની ગઝલ હોસ્પિટલ સ્કિન એન્ડ સર્જિકલ હોસ્પિટલનો મંગળવાર તા. 28/7/
2026 ના પવિત્ર દિવસે ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ભગવાન શ્રી સત્યનારાયણ ભગવાનની કથા સહિત ધાર્મિક પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ડો. માર્મિક મોદી અને ડો. દેવલ દોશીના પરિવારજનો સહિત સગા- સંબંધીઓ સહિત ડોકટર મિત્રોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી.
શ્રી કાળ ભૈરવદાદા ની અસીમ કૃપાથી ગઝલ હોસ્પિટલ બે વર્ષ સફળતા પૂર્વક પૂર્ણ કરી તૃતીય વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે આયોજિત ધાર્મિક પ્રસંગે ઉપસ્થિત રહેલ સૌ આગંતુકોને ડો. માર્મિક મોદી અને ડો. દેવલ દોશી સહિત ગઝલ હોસ્પિટલ પરિવારના સૌએ આવકારી આભાર ની લાગણી વ્યક્ત કરી હતી.




