આપના કાર્યક્રરો મોટી સંખ્યામાં બાઈક અને કાર સાથે ત્રિરંગા યાત્રામાં જોડાયા
પંજાબ વિધાનસભા ચૂંટણીમાં અભૂતપૂર્વ સફળતા મેળવનાર આમ આદમી પાર્ટીના કાર્યકરો ભારે ઉત્સાહમાં આવી ગયા છે જયારે આજે પાટણ શહેર આમ આદમી પાર્ટી દ્વારા પંજાબની જીતના વધામણા માટે શહેરમાં ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ડીજેના તાલ સાથે નીકળેલી હતી ત્રિરંગા યાત્રામાં આમ આદમી પાર્ટીના દિલ્હીના ધારાસભ્ય અજેસ યાદવજ, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી, પ્રદેશ સંગઠન મંત્રી રમેશભાઈ
નાભાણી સહિત કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા જયારે
આ ત્રિરંગા યાત્રા શહેરના જુના સર્કિટ હાઉસથી નીકળી પાટણ શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી અને મામલતદાર કચેરી પાસે સમાપ્ત થઈ હતી.

આમ આદમી પાર્ટીના જયજયકાર સાથે નીકળેલી તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીની કાર્યકરો પણ જોડાઈ હતી શહેર પ્રમુખ પરેશ પટેલ કહ્યું કે, પંજાબની જેમ જ ગુજરાતમાં પણ લોકો કેજરીવાલની વિચારધારાને સ્વીકારશે
આમ આદમી પાર્ટીએ દિલ્હી બાદ પંજાબમાં બનાવેલી સરકારને પગલે ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકરો ગુજરાતમાં આવનારી આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં પણ આમ આદમી પાર્ટી શ્રેષ્ઠ દેખાવ કરશે તેવી આશા વ્યક્ત કરીને સપના જોવાનું શરૂ કરી દીધું છે.
પાંચ વિધાનસભાની ચૂંટણીના પરિણામના દિવસે ભારે આતશબાજી કરીને વિજય ઉત્સવ મનાવનાર આમ આદમી પાર્ટી દ્વારા આજે પુનઃ એકવાર ત્રિરંગા યાત્રા કાઢી હતી અને પોતાની પાર્ટીનો પ્રચાર-પ્રસાર કર્યો હતો તેવું વધુમાં પાટણ શહેર આપના મહામંત્રી વિજય રાઠોડ જણાવ્યું હતું…..!
તસ્વીર અને અહેવાલ :- ઉપેશ પંચાલ




