PATAN : પાટણ જનતા હોસ્પિટલ ખાતે સનફલાવર હોસ્પિટલના ઉપક્રમે નિ:સંતાન દર્દીઓનો OPD કેમ્પ યોજાયો.

પાટણ શહેરમાં બસસ્ટેન્ડ સામે અગાઉ આવેલી ધરતી હોસ્પિટલના નામથી ખ્યાતિ પામેલા અને હાલમાં અમદાવાદ હેલ્મેટ સર્કલ , મેમનગર વિસ્તારમાં અમદાવાદની પ્રથમ હરોળમાં નામાંકિત બનેલા સનફલાવર વુમન હોસ્પિટલના માલિક ડો.આર.જી.પટેલ દ્વારા પાટણની પ્રજાની નિઃસંતાન દર્દી મહિલાઓ માટે ટોકન ૧૦૦ / રુપિયાના નોર્મલ ચાર્જથી ઇન્ફર્ટિલિટી અને આઇવીએફ સ્પેશ્યાલીસ્ટની ટીમ દ્વારા ૩૫ જેટલી નિઃસંતાન મહિલા પેસન્ટોની ઓપીડી દ્વારા તપાસ કરી નિદાન કરવામાં આવ્યું હતું. જનતા હોસ્પિટલમાં અગાઉ પણ જે મહિલા દર્દીઓએ લાભ મેળવ્યો હતો તેમાં નવેક બહેનોને સંતાન પ્રાપ્તિ થવા પામેલ હતી આજેપણ આ ઓપીડીમાંનિઃસંતાન કપલોનો ઘસારો જોવા મળ્યો હતો અને ૩૫ જેટલા દર્દીઓએ આ સેવાનો લાભ મેળવ્યો હતો.

મળતી માહિતી અનુસાર આ લાભ બંધટટ્યુબ્સ , વારંવાર આઇ.આઇ નિષ્ફળતા , ઇંડામાં ખરાબી , અનિયમીત માસિક અને ગર્ભાશયમાં ગાંઠ હોવી , તેવી જ રીતે પુરુષોમાં પણ ઓછા શુક્રાણુ , શૂન્ય શુક્રાણુ , શુક્રાણુઓની ધીમી ગતિશીલતા અને ખરાબ ગુણવત્તાની ચકાસણી કરીને રીઝલ્ટ આપવામાં આવે છે , જે દંપતિ પરિવાર બાળક સુખથી વંચિત છે તેવા દંપતિ પરિવારને કુદરત સામે લડીને પણ બાળક સુખ આપવાનું ભગીરથ કાર્ય સનફલાવર હોસ્પિટલના ડો.આર.જી.પટેલ દ્વારા સફળતા મળવા પામેલ છે . આજદિન સુધીમાં ૧૫ હજાર ઉપરાંતના કેસોમાં બાળક વિહિન દંપતિ પરિવારોને શેર માટીની ખોટ પૂરી કરવાનો જશ ડો.આર.જી.પટેલના ફાળે જાય છે આજના આધુનિક વૈજ્ઞાનિક યુગમાં કોઇ કાર્ય કાળા માથાના માનવી માટે અશક્ય નથી , ત્યારે એક જમાનામાં જેને બાળક ન હોય તેના શુકન લેવામાં પણ અચકાતા હતા પરંતુ આજે આ કાર્ય અશકય રહ્યું નથી અને કુદરતની સામે લડીને પણ આ શેરમાટીની ખોટ આજે વૈજ્ઞાનિક યુગમાં સફળતા અને જશને વરેલા ડૉ . આર.જી.પટેલના ફાળે જાય છે જે લોકોએ જનતા હોસ્પિટલમાં ઓપીડીમાં આવીને દર્દીઓને આઇ.વી.એફ.ની સારવારમાં સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ આપવાનું પણ જણાવેલ છે . પાટણની ધરતી સાથે ધરોબો ધરાવતા ડો.આર.જી.પટેલની હસ્તરેખાઓને જશ લખાયેલો હોવાથી મોટાભાગના નિઃસંતાન મહિલા દર્દીઓને ખોળાના ખુંદનારનું સુખ તેમના વરહસ્તે પ્રાપ્ત થવા પામેલ છે સન ફલાવર અમદાવાદ હોસ્પિટલના કામ માટે નીચેના બે નંબરો ઉપર ફોન કરવાથી યોગ્ય માહિતીઓ મળી શકશે . ૯૬૮૭૬૦૦૨૦૧ – હિરેનભાઇ પટેલ ( ટેરેટરી મેનેજર ) , ૯૮૨૫૧ ૨૮૬૪૦ – ધર્મેશભાઇ ( ટેરેટરી મેનેજર ) આ ઓપીડી કેમ્પમાં ડૉ . શ્રધ્ધા રાવલ , ડૉ . હેતલ ડાયમા , ડૉ.ઝિલ પટેલ , પ્રતિક્ષાબેન , ધર્મેશભાઇ તથા હિરેનભાઇના સાનિધ્યમાં સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવેલ હતો…

તસ્વીર અને અહેવાલ :- ઉપેશ પંચાલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here