
પાટણના કણી ગામે હનુમાન મંદિરે દેશભરના સંતોની નિશ્રામાં કારોબારી સંતની 41 દિવસ ખડેપગે તપશ્ચર્યા ધર્મની રક્ષા માટે મહારુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું
પાટણ તાલુકાના કણી ગામમાં હનુમાનજી મંદિર ખાતે સમગ્ર વિશ્વ કોરોના મહામારીમાંથી મુકત થાય અને સનાતન ધર્મનો જય જયકાર થાય તે માટે પ્રબચારી મહંત પૂજ્ય રામ ભારતીજી મહારાજના આત્માને મુક્તિ આપવા માટે મહાશિવરાત્રી પર્વથી અખંડ ખુશી પ્રજ્વલિત છે અને ધર્મની રક્ષા માટે મહારુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
મહત રવિ ભારતી બાપુના શિષ્ય મંદિરના કારોબારી વારસી કાશી પંચ દશનામ જૂના અખાડાના પૂજ્ય સાવન ભારતીજી મહારાજ શરીર ઉપર ભસ્મ ધારા કરીને અન્નનો સંપૂર્ણ ત્યાગ કરીને 41 દિવસ માટે ખડે પગે તપસ્યા કરી રહ્યા છે આ પ્રસંગે હિમાચલ પ્રદેશથી પુજ્ય માષા ભારતીજી, ઉર્જનથી શેશાનંદ સરસ્વતીજી, થુરાથી સુરેશ ભારતીજી, કલકત્તા બંગાળથી ભોલા ભારતીજી, શિવ ભારતીજી, મોરગઢ મહારાષ્ટ્રથી દિગંબર ભારતીજી, ગપ્રદેશથી નારવ્ર ભારતીજી, વેદાનંદ સરસ્વતીજી, લીમખેડાથી જગદીશદાસજી, રઘુવીર પુરી તેમજ બંગાળના બોબા ગોપાલગીરી મહારાજના સાનિધ્ધમાં મહારુદ્ધ કરવામાં આવી રહ્યો છે પાટણ તાલુકાના કણી ગામે કઠોર તપસ્યા કરવામાં આવી રહી છે જેનો મોટી સંખ્યામાં ભકનો લાભ લઇ રહ્યા હોય તેવુ જાણવા મળી રહ્યું છે…
તસ્વીર અને અહેવાલ :- ઉપેશ પંચાલ.




