Patan : પાટણ ત્રણ દરવાજા સ્થિત બિરાજમાન પ્રાચીન સધી માતાજીના સ્થાપના દિન પ્રસંગે હવન યોજાયો

પાટોત્સવ દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી

માતાજી સન્મુખ 56 ભોગનો અન્નકૂટ ભરાયો

પાટણ નગરનાં ઐતિહાસિક પાટણ ત્રણ દરવાજાના ગોખમાં બિરાજમાન પ્રાચીન સધીમાતાજીના સ્થાનકે માતાજીનાં સ્થાપના દિન નિમિત્તે બજાર એસોસીએશનનાં વેપારી મિત્ર મંડળ દ્વારા મૈયાના પાટોત્સવ દિવસની ધામધૂમપૂર્વક ધર્મમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી.


કહેવાય છે કે ફાગણ વદ પાંચમ રંગપંચમીના દિવસે પાટણની પૂણ્યશાળી ભૂમિ પર શક્તિના બેસ્વરુપોએ પગરવ માંડયા હતા, જેમાં પ્રાચીન પાટણ ત્રણ દરવાજાના ગોખમાં સિંઘ પ્રાંતમાંથી માં સધીની જ્યોત પ્રસ્થાપીત કરવામાં આવી હતી. ત્યારથી આ દિવસે મૈયાના સ્થાપના દિનને લઈ પાટોત્સવની પરંપરાગત ઉજવણી કરવામાં આવે છે.
આજે રંગપંચમીના પાવન દિવસે વેપારી મિત્રમંડળ દ્વારા બજારમાં સુખ શાંતિ અને ધંધામાં વૃદ્ધિ થાય તેવા આશય સાથે સધીમાતાજી સન્મુખ હવન યોજવામાં આવ્યો હતો. જયા વિદ્વાન બ્રાહમણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે યજમાન દંપતીએ યજ્ઞમાં આહૂતિઓ હોમી હતી.

આ પ્રસંગે સધી માતાજી ના સ્થાનકને ભકત મંડળ દ્વારા વિશિષ્ટ ફુલોની આંગીથી સુશોભીત કરવામાં આવ્યું હતું. તો મૈયા સમક્ષ સુકા મેવા સહિત 56 ભોગના અન્નકુટ મનોરથ દર્શન ગોઠવવામાં આવ્યા હતા. જયાં શ્રધ્ધાળુ ભકતોએ માં સધીને મસ્તક નમાવી ધન્યતા અનુભવી હતી
આ પ્રસંગે વિદ્વાન બ્રાહમણે સધી માતાજીના સ્થાનક વિશે વિશેષ પ્રકાશ પાડયો હતો તો પાટણ ત્રણ દરવાજા સમિષ ત્રિપોળીયા ગોગ મહારાજના સ્થાનકે રંગપંચમી નિમિત્તે સ્થાનકને આચ્છાદિક ફુલોથી શણગારી ગોગ મહારાજ સન્મુખ અન્નકુટના મનોરથ દર્શન શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા…..!

તસ્વીર અને અહેવાલ :- ઉપેશ પંચાલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here