Patan : ગુજરાતની ભ્રષ્ટ ભાજપા સરકાર દ્ધારા ખેડૂતો ને 3 લાખ સુધી ની પાક ધિરાણ લોન જીરો ટકા વ્યાજે આપવાની જાહેરાત કરવામાં આવી હતી જે ખોખલી સાબિત થવા પામી છે તેવુ આમ આદમી પાર્ટીના આગેવનો કાર્યકર્તાઓ હોદ્દેદારો દ્વારા ચર્ચાતો પ્રશ્ન સાંભળવા મળી રહ્યો છે ત્યારે આજરોજ આમ આદમી પાર્ટી પાટણ જિલ્લા કિસાન સંગઠન પ્રમુખ રાકેશભાઈ ઠાકોર ની આગેવાની માં ખેડૂતો ની વ્યાજની રકમ ઝડપ થી પરત આપવાની માંગ સાથે પાટણ જિલ્લા કલેકટર મારફત મુખ્યમંત્રી અને કૃષિમંત્રી ને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી જ્યારે આ પ્રસંગે આમ આદમી પાર્ટીના પાટણ જિલ્લા કિશાન સંગઠન પ્રમુખ રાકેશભાઈ ઠાકોર, નોર્થ ઝોન સોશિયલ મીડિયા કો ઇન્ચાર્જ સ્વયં સાલવી, પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ સંગઠન પ્રમુખ જે. ડી પરમાર, પાટણ તાલુકા પ્રમુખ બાબુજી ઠાકોર, પાટણ તાલુકા સંગઠન મંત્રી દીપકભાઈ દરજી, પાટણ તાલુકા યુવા પ્રમુખ હાર્દિકભાઈ ચૌધરી, પાટણ તાલુકા યુવા કાર્યકર યશભાઈ ચૌધરી, પાટણ શહેર ઉપપ્રમુખ હિતેશભાઈ પટેલ અને પાટણ શહેર યુવા પ્રમુખ સંદીપભાઈ પટેલ સહિત ના ક્રાંતિકારી કાર્યકરો મોટી સંખ્યામાં ખાસ હાજર રહ્યા હતા….!
તસ્વીર અને અહેવાલ :- ઉપેશ પંચાલ.



