Vadodara : જૈનોના અતિ પવિત્ર ગણાતા એવા શત્રુંજય ગિરિરાજની છ ગાઉ ની યાત્રા ફાગણ સુદ તેરસના દિવસે આખા વર્ષમાં યોજાતી હોય છે. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના બે પુત્રો શાબ અને પ્રદ્યુમ્ન બંને સાડા આઠ કરોડ મુનિ ભગવંતો સાથે શત્રુંજય ગિરિરાજના ભાડવાના ડુંગરથી મોક્ષે ગયા હતા . અહીં ચિલલણ સ્વામીએ જે જગ્યાએ શ્રી સંઘના લોકો ને પાણી પીવા માટે પોતાના મંત્રશક્તિથી જે તલાવડી બનાવી હતી. તે આજે ચંદન તલાવડીના નામે ઓળખાય છે. ત્યાં ભક્તો 10 ,20,40 ,50 લોગગસ નો કાઉસગગ કરતાં હોય છે. પાલીતાણામાં આઠ લાખ લોકો છ ગાઉનો શત્રુંજય ડુંગર ફરસવા જતા હોય છે. પરંતુ જે લોકો જઈ શક્યા નથી. તેઓ માટે વડોદરા માં શત્રુંજય ગિરિરાજ ની ભાવ યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબના શિષ્યરત્ન મુનિરાજ હંસબોધી વિજયજી મહારાજ સાહેબ તથા સાધ્વીજી મયુરકલા શ્રીજી આદિઠાણાની પ્રેરક નિશ્રામાં યોજાયો હતો



