Patan : પાટણ સરસ્વતી શિશુ મંદિર વિદ્યા સંકુલ ખાતે વૈદિક હોળી નું મહત્વ સમજાવી પ્રજ્વલિત કરવામાં આવી

વૈદિક હોળી ની શાળા બાળકો સહિત ગુરૂજનોએ પ્રદક્ષિણા કરી

Patan : વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન ભારતીય સંસ્કાર નિકેતન સંચાલિત શ્રી સરસ્વતી શિશુ મંદિર, શ્રીમતી ગીતાબેન રાકેશ કુમાર શાહ વિદ્યા સંકુલ, પાટણ ખાતે તા. ૧૬ મી માર્ચ ને બુધવારના રોજ વૈદિક પરંપરા અનુસાર વૈદિક હોળી નું આયોજન કરવામાં આવ્યું હતું .
આ વૈદિક હોળી માં ગાયના ગોબર નાં છાણા તેમજ ૧૫૦ જેટલી ઔષધિઓ માંથી હોળી બનાવવામાં આવેલ હતી અને વિવિધ હવન સામગ્રીનો ઉપયોગ કરી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્યો દ્વારા વૈદિક હોળીની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં જયંતભાઈ ત્રિવેદી (ગૌસેવા પ્રમુખ, પાટણ), જીગ્નેશભાઈ સોની (સામાજિક કાર્યકર), ગોપાલભાઈ રાયચંદાણી (જિલ્લા ગૌરક્ષા સંયોજક), ભરતભાઈ પંચાલ (સુદર્શન ન્યુઝ) વગેરે સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં શિશુ વાટિકા થી ધોરણ ૨ સુધીના ૪૦૦ જેટલા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો .જેમાં આચાર્યો તથા બાળકોએ પણ હોળીમા આહુતિ આપી હતી. ત્યારબાદ ઈકો ફ્રેન્ડલી રંગો દ્વારા ધુળેટીની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં બાળકોએ ખૂબ જ આનંદ માણ્યો હતો….!

અહેવાલ :- ઉપેશ પંચાલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here