સંઘ એ કોઈ ગણ માન્ય માટે સંઘ નથી પરંતુ સર્વ ભારતીય માટે છે.
પાટણ તા. ૬
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સંઘ શતાબ્દી વર્ષના અવસરે પાટણ નગરમાં વિજયાદશમી ઉત્સવ વિશેષ કાર્યક્રમ રૂપે શહેરના પ્રગતિ મેદાનમાં રવિવારે ઉજવાયો હતો.
આ કાર્યક્રમમાં પાટણ નગરશમાંથી પૂર્ણ ગણવેશમાં ૮૫૦ સ્વયંસેવક બંધુ તેમજ સમાજ શક્તિ સ્વરૂપે ભાઇઓ અને બહેનો મળી કુલ ૧૫૫૦ લોકો ઉપસ્થિત રહી શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.
આ ઐતિહાસિક પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ગૌરવભાઈ આચાર્ય, ઉદ્યોગ સાહસિક ખાસ ઉપસ્થિત રહેલ જેમણે રાષ્ટ્ર અને ધર્મ તથા સંઘ ની વ્યવસ્થા અને સેવા કાર્યો માં અગ્રેસર રહેવા વિશે ખુબજ સુંદર માગૅદશૅન આપ્યું હતું. મુખ્ય વક્તા યશવંતભાઈ ચૌધરી પશ્ચિમ ક્ષેત્ર સહ કાર્યવાહ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નાઓએ વિજયાદશમી ઉત્સવ, સંઘનો ઇતિહાસ, સંઘે કરેલ કાર્ય , તથા સમાજ માં સંઘ વિશેની વાત કરી શતાબ્દી વર્ષ નિમિતે સંઘ દ્વારા પંચ પરીવર્તન દ્વારા સમાજ પરીવર્તન કરવાં અંગે માર્ગદર્શન આપ્યું હતું.
મંચસ્થ મહાનુભાવો નો પરિચય, સ્વાગત પ્રવચન તથા આભાર વિધિ પાટણ નગર કાર્યવાહ મૌલિકભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ.
વધુમાં રાષ્ટ્રીય સેવિકા સમિતિ ની બહેનો દ્વારા પંચ પરિવર્તનના વિષય પર સુંદર મજાની રંગોલી બનાવવામાં આવી હતી.
કાર્યક્રમમાં સ્વયંસેવકો દ્વારા અલગ અલગ પ્રકારના પ્રાત્યેક્ષિક કરવામાં આવ્યા હતા જેમાં દંડના વિવિધ પ્રયોગો, સામુહિક ક્ષમતા,વ્યાયામ યોગ, યોગાશન તથા નીયુધ વગેરેની સઘળી વ્યવસ્થા પાટણ નગર કાર્યકારિણી તથા શાખાના સ્વયંસેવકો ના સભ્યો એ કરેલ હતી.
સંઘના ૧૦૦ વર્ષ પૂર્ણ થયા એના થકી સંઘનો માત્ર એક જ ઉદેશ છે કે દરેક હિંદુ એક જગ્યા એ ભેગા થઇને શક્તિ પ્રદશન થાય એ હેતુ થી આ સંઘ શતાબ્દીના અવસરે આ વર્ષે વિશેષ વિજયા દશમી ઉત્સવ યોજવામાં આવ્યો હતો. સંઘ એ કોઈ ગણ માન્ય માટે સંઘ નથી પરંતુ સર્વ ભારતીય માટે છે. માટે દરેક હિંન્દુ સમાજના ઘરેથી એક સ્વયં સેવક હોવો જોઈએ તેવો સુર કાર્યક્રમમાં જોવા મળ્યો હતો.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.



