
પાટણ તા. ૫
પાટણ સરસ્વતી તાલુકાના વડુ ખાતે રવિવારે કોંગ્રેસ ની જન આક્રોશ સભા યોજાઈ હતી.
જેમાં વોટ ચોર, ગાદી છોડ, મંદી, મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર થી ત્રસ્ત ગુજરાતની જનતાના હક અધિકારની લડતને બુંલદ કરવા જન આક્રોશ સભા
” કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.

ત્યારે પ્રદેશ નું પ્રતિનિધિત્વ મંડળ વડું મુકામે સભાપ્રતિનિધિત્વ મંડળ વડું મુકામે સભા સ્થળે આવતા પૂર્વે તેઓનું ભવ્ય સામૈયા વડે સરઘસ રૂપે સભા સ્થળે લાવવામાં આવ્યા હતા.
ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી ને જન આક્રોશ સભા ને ખુલ્લી મૂકવામાં આવી હતી.
આ પ્રસંગે બનાસકાંઠા ના સાંસદ ગેનીબેન ઠાકોરેજણાવ્યું હતું કે વોટ ચોરી ના મુદ્દે એક મહિના સુધી લોકસભા ઇન્ડિયા ગઠબંધન દ્વારા ચાલવા દીધી નથી અને લોકસભાના જેટલા સાંસદોએ દેશના ચૂંટણી પંચને મળવા માટેનો સમય માંગ્યો ત્યારે આ ચૂંટણી પંચે વિરોધ પક્ષ ને સાંભળવાની તક પણ આપી ન હોવાનું જણાવી પાટણ જિલ્લાની જિલ્લા
પંચાયત હોય કે તાલુકા પંચાયત કે પછી 2027 વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પંજા ને મત આપી વિજયી બનાવવા અનુરોધ કર્યો હતો. પાટણના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર એ પોતાના તેજાબી વક્તવ્યમાં કોંગ્રેસ પાર્ટી કોઈ દિવસ નશો વેચી યુવાનો ને બરબાદ કરીને જીત હાંસલ કરવા કરતા હારી જવું બેહતર હોવાનું જણાવી પોલીસ ભાજપને દારૂની પેટીઓ પહોંચાડતી હોવાના આક્ષેપો કરી ભાજપનો દેશ અને રાજ્ય માથી નિકાલ કરવાનું કોંગ્રેસના કાર્યકર્તાઓને આહવાન કર્યુ હતું.
આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી મુકુલ વાસનિક જી,ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ વિધાનસભાના નેતા તુષારભાઈ ચૌધરી, ઉત્તર જોન પ્રભારી શ્રીમતી સુભાષની યાદવ, સિધ્ધપુર ના પૂવૅ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિત કોગ્રેસના આગેવાનોએ વોટ ચોર ગાદી છોડ અંતગૅત પોતાની તેજાબી ભાષામાં ભાજપની ઝાટકણી કાઠી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..



