પાટણ ખાતે આયોજિત વોટ ચોર ગાદી છોડ સહી ઝુંબેશ અભિયાન ના બે કલાકમાં ૬૮૪ લોકો નું સમથૅન સાપડયુ..

પાટણ તા. ૬
પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોર ગાદી છોડના મુદ્દે સોમવારે શહેરના બગવાડા દરવાજા ખાતે સહી ઝુંબેશ અને મોબાઇલ નં 08047358455 મિસ્ડ કોલ અભિયાન નું આયો
જન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં ઉત્તર ગુજરાત ઝોનના પ્રભારી સુભાષિની યાદવ, પાટણના ધારાસભ્ય ડો. કિરીટભાઈ પટેલ, સિધ્ધપુરના પૂર્વ ધારાસભ્ય અને લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોર, પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગેમરભાઇ દેસાઈ, પાટણ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ દીપકભાઈ પટેલ, તાલુકાના પ્રમુખો,નગર સેવકો,જિલ્લા- શહેરના હોદ્દેદારો અને કોંગ્રેસના તમામ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.
ઉપસ્થિત સૌએ વોટ ચોર ગાદી છોડ ના બેનર સાથે રેલી યોજી બગવાડા દરવાજા ખાતે પહોંચી સહી અને મિસ્ડ ડોલ અભિયાન ને સમર્થન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં પાટણ શહેરના નાગરિકો દ્વારા બે કલાકમાં વોટ ચોરીના મુદ્દે ૬૮૪ જેટલી સહીઓ કરી હતી.
આ પ્રસંગે ઉત્તર ગુજરાત જોનના પ્રભારી સુભાષિની યાદવનું પુષ્પગુંજ અને ફુલહાર પહેરાવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સુભાષિની યાદવ દ્વારા પોતાની સહી કરી અભિયાનની શરૂઆત કરાવી ત્યારબાદ સમગ્ર કોંગ્રેસની ટીમ સાથે વોટ ચોર ગાદી છોડના નારા સાથે બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને,અખંડ ભારતના નિર્માતા સરદારવલ્લભભાઈ પટેલની પ્રતિમા તેમજ રાજા સિધ્ધરાજ જયસિંહના સ્ટેચ્યુને માલ્યાર્પણ કરી અભિયાન ને સફળ બનાવ્યું હતું.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here