પાટણ ખાતે ભાજપ દ્વારા અહિલ્યાબાઈ હોલ્કરજીની ૩૦૦ મી જન્મ જયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો..

વક્તા તરીકે ભાજપ કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ હિતેષભાઇ પટેલે જાણકારી પ્રદાન કરી…

પાટણ તા.૨૬
જ્યાં ધર્મ છે, ત્યાં ન્યાય છે અને એજ મારો માર્ગ છે. પ્રેમ,સ્નેહ,સમર્પણની પર્યાય એટલે મહાન વીરાંગના પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હોલ્કરજીની ૩૦૦ મી જન્મ જયંતિ નિમિત્તે પાટણ શહેરના શિવ મંદિર,ઉપવન સોસાયટી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વક્તા તરીકે ભાજપ કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ હિતેષભાઇ પટેલે મહાન વીરાંગના પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હોલ્કરજીના જીવન ચરિત્ર વિશે વિશેષ જાણકારી પ્રદાન કરી હોલકરજી ને શ્રધ્ધા સુમન સમર્પિત કર્યા હતા.
આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઈ સિંધવ,પુર્વ મહામંત્રી ભાવેશભાઈ પટેલ,પ્રદેશ કિશાન મોરચા ના ઉપપ્રમુખ પ્રકાશભાઈ પટેલ,પાટણ શહેરભાજપ પ્રમુખ હર્ષ પટેલ,તાલુકા પ્રમુખ રાહુલ પટેલ સહિત શિવભક્તો તેમજ નગર સેવકો,કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here