નોરતા ગામ ખાતે રામદેવરા પદયાત્રા એ જતાં પદયાત્રીઓની સેવા માટે રામાધણી સેવા કેમ્પ ખુલ્લો મુકાયો..

પાટણ તા. ૨૧
પાટણ તાલુકાના નોરતા ગામે સતત ત્રીજા વર્ષે રણુજા બાબા રામદેવપીરના દર્શને પગપાળા જતાં શ્રદ્ધાળુઓ માટે રામાધણી સેવા કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો છે.આ વર્ષે ગામના આગેવાનો અને યુવાનો દ્વારા કાયમી શેડ બનાવી કાયમી સેવા કેમ્પ કાર્યરત કરવામાં આવ્યો છે.
પાટણ તાલુકાના નોરતા ગામે છેલ્લા 3 વર્ષ થી રામાધણી સેવા કેમ્પના માધ્યમ થી મધ્ય અને દક્ષિણ ગુજરાત તરફથી પગપાળા રણુંજા જતા યાત્રાળુઓ માટે ચા-નાસ્તો અને ભોજન તેમજ રહેવાની વ્યવસ્થા કરવામાં આવે છે. રવિવારે દાતાઓના સહયોગ થી તૈયાર કરવામાં આવેલ શેડ અને રામાધણી સેવા કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.આ વર્ષે નરભેરામ યુવક મંડળ, ગામના આગેવાનો અને યુવાનો તેમજ દાતાઓના સહયોગથી કાયમી કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે.કેમ્પમાં 100 જેટલા પદયાત્રીઓ આરામ કરી શકે તેવો શેડ અને રસોડાની વ્યવસ્થા કરવામાં આવી છે.
કેમ્પમાં મેડિકલ સેવા, ચા-પાણી, નાસ્તો, જમવાનું, આરામ અને નાહવા-ધોવાની સંપૂર્ણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ સેવાકેમ્પ બાદ સાંજે ભજન સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સેવા કેમ્પમાં આર્થિક યોગદાન આપનાર તમામ દાતાઓનુ સેવાકાર્યમા જોડાયેલા સેવકો દ્રારા સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here