સિદ્ધપુર ઓટો રિક્ષામાં ગેરકાયદે માદક પદાર્થની હેરાફેરી કરતાં શખ્સને પાટણ એસઓજી દબોચ્યો..

ગાંજાનો જથ્થો, એક મોબાઈલ અને રિક્ષા મળી કુલ રૂ.2,37,280 નો મુદ્દામાલ જપ્ત કરાયો…

પાટણ તા. ૨૧
સિદ્ધપુરમાં ઓટો રિક્ષામાં ગેરકાયદે માદક પદાર્થની હેરાફેરી કરતાં શખ્સને પાટણ એસઓજી પોલીસે પકડી રૂ.32280 નો 3.228 કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
ચાણસ્મા તાલુકાના મેસરા ગામનાં સંજયજી ઇશ્વરજી ઠાકોરને સિદ્ધપુરના સુજાણપુર પાટિયા પાસેથી એસઓજી પોલીસે પેસેન્જર રિક્ષા નંબર (GJ-24-W-7940)મા ગેરકાયદેસર ગાંજાની હેરા ફેરી કરતાં પકડી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી ગાંજાનો જથ્થો એક મોબાઈલ ફોન અને રિક્ષા મળી કુલ રૂ.2,37,280નો મુદ્દામાલ જપ્ત કરી આ કેસમાં સંડોવાયેલ અન્ય એક આરોપી પોશીના પાસેના માડવા ગામનો શાંતિલાલ ફરાર હોય જેણે સંજયજી ઠાકોરને આ ગાંજાનો જથ્થો આપ્યો હતો.
એસઓજી પીએસઆઇ ડી.કે.ચૌધરીએ સિદ્ધપુર પોલીસમાં બંને શખ્સો સામે NDPS એક્ટની કલમ મુજબ ગુનો દાખલ કરાવી આગળ ની તપાસ સિધ્ધપુર પોલીસ ચલાવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here