રથયાત્રા સાથે ગુંજી માંગણી: વિશ્વકર્મા જયંતીએ સરકારી રજા જાહેર કરવાની કેન્દ્ર સરકારને અપીલ


પાટણમાં ભગવાન વિશ્વકર્મા જન્મજયંતી નિમિતે ભવ્ય રથયાત્રા સમગ્ર ભારતમાં આજે ભગવાન વિશ્વકર્માની જન્મજયંતી ઉજવવામાં આવી રહી છે. તે પ્રસંગે પાટણ શહેરમાં પંચાલ પરિવાર દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભગવાન વિશ્વકર્માની જન્મજયંતી નિમિતે પાટણ શહેરના મનુપંચાલ ભુવનમાંથી છેલ્લા ૪૨ વર્ષથી ચાંદીના રથમાં ભગવાનની શોભાયાત્રા નીકાળવામાં આવે છે, જે સમગ્ર ગુજરાતમાં એકમાત્ર એવી રથયાત્રા હોવાનું માનવામાં આવે છે. આ રથયાત્રામાં સમગ્ર વિશ્વકર્મા સમાજના ભાઈ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.


આજના પવિત્ર દિવસે હવન-પૂજન કરીને સમગ્ર વિશ્વકર્મા પરિવાર દ્વારા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.
આ સાથે સમગ્ર વિશ્વકર્મા પરિવાર તરફથી ભારત સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી છે કે ભગવાન વિશ્વકર્માની જન્મજયંતીને સરકારી રજાનો દરજ્જો આપવામાં આવે. છેલ્લા ઘણા સમયથી આ માંગણી કરવામાં આવી રહી છે, પરંતુ હજી સુધી તે સ્વીકારવામાં આવી નથી.
સમગ્ર ભારતમાં કરોડોની સંખ્યામાં વસતા વિશ્વકર્મા પરિવારની ભાવના છે કે સરકાર તેમની આ માંગણી પર વિચાર કરી આ દિવસે સરકારી રજા જાહેર કરે તેવી સમગ્ર વિશ્ર્વકર્મા પરિવારો દ્વારા અપીલ કરવામાં આવી હતી….!




