પાટણની રણુજ નાગરિક સહકારી બેંકની 55મી અને પાટણ તાલુકા ખરીદ વેચાણ સંઘની 75 મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

પાટણ રણુજ બેંકને રૂ. 2 કરોડ અને પાટણ સંઘને રૂ. 5 લાખ નફો…

વાર્ષિક સભામાં અહેવાલો વંચાણે લઈ મંજૂર કરાયાં.. ખાતર વિતરણ પ્રક્રિયા પર ચિંતા વ્યક્ત કરાઈ…

પાટણની રણુજ નાગરિક સહકારી બેંકની 55મી અને પાટણ તાલુકા ખરીદ વેચાણ સંઘની 75 મી વાર્ષિક સાધારણ સભા શનિવારે યોજાઈ હતી.
આ સભાઓમાં રણુજ નાગરિક બેંકે રૂ. 2 કરોડનો ચોખ્ખો નફો અને પાટણ તાલુકા ખરીદ વેચાણ સંઘે રૂ. 5 લાખનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો.બંને સંસ્થાઓના વાર્ષિક અહેવાલો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા.
રણુજ નાગરિક બેંકના દશરથભાઈ પટેલે જણાવ્યું હતું કે બેંકે રૂ. 6 કરોડનો ગ્રોસ નફો અને 2 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. બેંક આગામી સમયમાં અમદાવાદમાં નવી શાખા ખોલવાની યોજના ધરાવે છે. તેમણે ધિરાણ અને એનપીએની સ્થિતિ વિશે માહિતી આપતા કહ્યું કે, બેંકના રૂ. 144 કરોડના કુલ ધિરાણ સામે એનપીએ માત્ર રૂ. 11 લાખ છે. આ ઓછા એનપીએ ને કારણે ગુજરાત ફેડરેશન અમદાવાદ દ્વારા છેલ્લા બે વર્ષમાં રણુજ નાગરિક બેંકને ગુજરાતમાં સૌથી ઓછું એનપીએ ધરા
વતી બેંક તરીકે બે વખત સન્માનિત કરવામાં આવી છે.પાટણ તાલુકા ખરીદ વેચાણ સંઘની 75મી વાર્ષિક સાધારણ સભામાં સંઘનો ચોખ્ખો નકો રૂ. 5 લાખ નોંધાયો હતો. સભામાં સંઘના વાર્ષિક અહેવાલો રજૂ કરી એજન્ડા મુજબના તમામ મુદ્દાઓ સર્વાનુમતે મંજૂર કરાયા હતા.
સંઘ દ્વારા પાટણ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને લોકરની ઉત્તમ સુવિધા પૂરી પાડવામાં આવે છે. ગ્રાહકો સવારે 8:30 થી સાંજના 5:00 વાગ્યા સુધી લોકર ઓપરેટ કરી શકે છે, અને તેમની જરૂરિયાત મુજબ 4 અલગ-અલગ પ્રકારના લોકરો ઉપલબ્ધ છે.
આ સભાઓમાં ખાતર વિતરણની સરકારી ઓનલાઈન પ્રક્રિયાથી ખેડૂતોને પડનારી મુશ્કેલીઓ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. ચાલુ સિઝનમાં ખાતર માટે શરૂઆત થી જ ટ્રાફિક જોવા મળ્યો છે, જેના કારણે આગામી સમયમાં મોટી મુશ્કેલી ઊભી થવાની શક્યતા દેખાઈ રહી છે.સરકારના નવા નિયમ પ્રમાણે ખેડૂતોએ ખાતર મેળવવા માટે ઈ-પોર્ટલ ઉપર જઈને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડે છે અને પોર્ટલ ફોર્મ ભરવું પડે છે. આ ઓનલાઈન પ્રક્રિયાના કારણે ઓછી સમજણ ધરાવતા ગરીબ ખેડૂતો, સંયુક્ત ખાતાધારકો અને ભાગે વાવણી કરતા ખેડૂતોને ખાતર મેળવવામાં ભારે મુશ્કેલી પડી શકે તેમ છે. ખરીદ વેચાણ સંઘના સભાસદો અને કારોબારી સભ્યો પણ ખેડૂત હોવાના કારણે જનરલ સભામાં આ ગંભીર બાબત તરફ સૌનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.
આ સામાન્ય સભા માં પાટણ તાલુકા સંઘ ના ચેરમને દશરથ ભાઈ પટેલ, નિલેષભાઈ દિલીપભાઈ ઓઝા ચેરમેન,પાટણ ધારા સભ્ય ડો.કિરીટ પટેલ સહિત ડિરેક્ટરો અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here