‘આનંદમેળા’નું આયોજન કરવાથી બાળકોમાં વ્યવહારુ ગણિતનું જ્ઞાન, સામાજિક કૌશલ્યોનો વિકાસ,સર્જનાત્મકતા, ટીમ વર્ક, સહકાર, નિર્ણય શક્તિ જેવા ગુણોનો સર્વાંગી વિકાસ થાય છે. –મહેન્દ્રભાઈ પટેલ
આજ રોજ પાટણની શૈક્ષણિક ક્ષેત્રે, રમત-ગમત ક્ષેત્રે, સાંસ્કૃતિક ક્ષેત્રે બાળકોના સતત સર્વાંગી વિકાસમાં અગ્રેસર એવી અમારી શેઠશ્રી નાગરદાસ ગુલાબચંદ પટેલ પ્રાથમિક શાળા (એમ.એન.હાઇસ્કૂલ કેમ્પસ) માં બાળ-આનંદમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.
આ બાળ આનંદમેળામાં ખાણીપીણીના સ્ટોલ ( પાણીપુરી, બટાકા-ભુંગળા,પફ,ખીચું,ક્રીમરોલ,દાબેલી,લીંબુસોડા)રમકડાં, કટલરી, પુસ્તકાલય પ્રદર્શન,વિવિધ ગેમ્સ, સ્ટેશનરી, ઋષિમુનિઓના પાત્રો દ્વારા શિક્ષણ, તેમજ બાળકોને આનંદ કિલ્લોલ માટેના નવી નવી રાઇડ્સ રાખવામાં આવી હતી. શાળામાં સમગ્ર બાળમેળાનું આયોજન શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બાળકો દ્વારા કરવામાં આવે છે. જે અનુસંધાને બાળકોમાં રહેલી સમૂહ ભાવના, નેતૃત્વ, સાહસિકતાના ગુણોનો વિકાસ, બાળકોની ક્રિયાશીલતા પોષાય, જાગૃતતા, વિચાર શક્તિ વિકશે, આત્મવિશ્વાસ કેળવાય, સર્જનાત્મક, વ્યવસાયિક, મૌલિકતાના વિવિધ કૌશલ્યો કેળવાય, આમ બાળકોમાં પોતાનો સર્વાંગી વિકાસ કરી શકે તથા શૈક્ષણિક સતત સર્વગ્રાહી મૂલ્યાંકન અંતર્ગત બાળકોની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર લાવવા માટે શૈક્ષણિક પ્રવૃત્તિ અનુસંધાને બાળઆનંદ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાગરિક બેંકના ચેરમેન મહેન્દ્રભાઈ કે પટેલ (વકીલ) સાહેબશ્રીએ જણાવ્યું હતું કે આવા બાળ આનંદમેળાના આયોજન થકી બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે.
કાર્યક્રમના મુખ્ય મહેમાન તથા ભૂતપૂર્વ વિદ્યાર્થી મોતીભાઈ ડી. પટેલ સાહેબશ્રીના પુત્રશ્રી ટીનુભાઈ મોતીભાઈ પટેલ (પ્રો.ઇલેક્ટ્રિક એન્જી.,USA) એ શાળામાં પુસ્તકાલય બનાવવા માટે રૂપિયા ૨૧૦૦૦/- હજારનું દાન શાળાને અર્પણ કરવામાં આવ્યું હતું.
બાળકોને પ્રોત્સાહિત કરી પ્રસંગની શોભા વધારવા ઉ.ગુ.યુ.મંડળના ઉપપ્રમુખશ્રી મહેન્દ્રભાઈ કે. પટેલ, નગરસેવક મનોજભાઈ કે. પટેલ તથા શાળાના આચાર્યશ્રી વસંતભાઈ પટેલ સહિત ઉપસ્થિત રહી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો તેમજ ડૉ.ધનરાજભાઈ ઠક્કર, નરેશભાઈ ચૌધરી (ડી.એસ.ઓ),કિરણભાઈ (સિ.કોચ), કિરીટભાઈ પટેલ, જનકભાઈ જોશી તથા અન્ય આમંત્રિત મહેમાશ્રીઓ હાજર રહીને બાળકોને શુભેચ્છાઓ આપી હતી.




