પાટણ SOGની લાલ આંખ: ‘નશામુક્ત ગુજરાત અભિયાન’ હેઠળ પ્રતિબંધિત ‘ગોગો સ્મોકિંગ કોન’ સાથે વેપારી ઝડપાયો

પાટણ,
ગુજરાત સરકારના ‘નશામુક્ત ગુજરાત અભિયાન’ને વેગ આપવા પાટણ જિલ્લા પોલીસ સક્રિય બની છે. પાટણ એસ.ઓ.જી. (SOG) ટીમે બાતમીના આધારે શહેરના સિદ્ધપુર હાઈવે પર દરોડો પાડીને નશીલા પદાર્થના સેવન માટે વપરાતા પ્રતિબંધિત મટીરીયલ સાથે એક ઈસમની ધરપકડ કરી છે.
ઘટનાની વિગત:
સરહદી રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પાટણ પોલીસ અધિક્ષક વી.કે. નાયીએ યુવાધનને નશાથી બચાવવા માટે ડ્રગ્સ, ચરસ અને ગાંજા જેવા પદાર્થોના સેવનમાં ઉપયોગી થતી વસ્તુઓ (જેમ કે રોલપેપર અને સ્મોકિંગ કોન) ના વેચાણ પર કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
આ સૂચનાના અનુસંધાને, SOG પી.આઈ. શ્રી જે.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે પાટણના સિદ્ધપુર હાઈવે પર આવેલ ‘ગેલોપ્સ કોમ્પ્લેક્ષ’માં તપાસ હાથ ધરી હતી. ત્યાં આવેલ ‘ક્રિષ્ના પાર્લર’માંથી પોલીસે પ્રતિબંધિત ‘ગોગો સ્મોકિંગ કોન’ (Gogo Smoking Cones) નો જથ્થો ઝડપી પાડ્યો હતો.
મુદ્દામાલ અને આરોપી:
પોલીસે સ્થળ પરથી કુલ રૂ. ૨,૮૮૦/- ની કિંમતના સ્મોકિંગ કોન કબ્જે કર્યા છે. આ પ્રકરણમાં પાર્લરના સંચાલક વિપુલભાઈ દાનાભાઈ ચૌધરી (રહે. ચાળા, તા. સુઈગામ, જિ. થરાદ) ની અટકાયત કરવામાં આવી છે.
કાયદેસરની કાર્યવાહી:
પકડાયેલ આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૨૨૩ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી માટે તેને પાટણ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
આ કામગીરીમાં SOG પી.આઈ. જે.જી. સોલંકી, પી.એસ.આઈ. ડી.કે. ચૌધરી તેમજ સ્ટાફના અન્ય કર્મચારીઓ જોડાયા હતા. પોલીસની આ કાર્યવાહીથી નશીલા પદાર્થોના સેવનને ઉત્તેજન આપતી સામગ્રી વેચતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here