પાટણ કે.કે.ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સીમા જાગરણ મંચ દ્વારા કારગિલ વિજય દિવસ નિમિત્તે શહીદોને અંજલી અપાઈ…

પાટણ તા. ૨૬
સીમા જાગરણ મંચ પાટણ દ્વારા શહેરની કે.કે.ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે શનિવારે વિજય દિવસની ઉજવણી કરવામાં આવી. આ નિમિત્તે યુદ્ધમાં શહીદ થયેલા 527 થી વધુ જવાનોને યાદ કરી શ્રદ્ધા સુમન અપૅણ કરવામાં આવ્યાં હતાં. વકતા ભરતભાઇ ચૌધરીએ ભારતીય સેનાની શૌર્ય ગાથા તેમજ કેવી વિપરીત પરિસ્થિતમાં આપણી સેનાએ કારગિલ ની 17000 મીટર ચોટી ઉપર શૌર્ય બતાવી દુશ્મનો ને પરાસ્ત કરી વિજય મેળવ્યો તેની માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા સંઘચાલક ડો. નિખિલભાઈ ખમાર,કે.કે.ગલ્સૅ હાઈસ્કૂલ ના પ્રિન્સિપાલ ડો.દિનેશભાઇ પ્રજાપતિ તેમનો સ્ટાફ તેમજ સીમા જાગરણ મંચના અધ્યક્ષ પારસભાઈ ઠક્કર, ઉપાધ્યક્ષ ડો.શરદભાઈ પટેલ ,મંત્રી દિલીપભાઈ ઠક્કર, સહમંત્રી અનિલભાઈ પ્રજાપતિ,સહમંત્રી નિરવભાઈ દવે તેમજ સીમા જાગરણ મંચના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here