પાટણ – માલેગાંવ બસના ચાલકે કાર ચાલકને બચાવવા અચાનક બ્રેક મારતા બસ પલટી મારી ગઈ…

આકસ્માતના બનાવમાં એસટી બસમાં મુસાફરી કરેલ બે મુસાફરોને સામાન્ય ઈજાઓ થઈ…

પાટણ તા. ૨૬
પાટણ ડેપોની બસ નંબર GJ.18 Z.9287 (મહેસાણા ડિવિઝન) પાટણ-માલેગાવ રૂટ પર શુક્રવારે સવારે આશરે 8:00 વાગ્યાના સુમારે, સતાણા અને માલેગાવ વચ્ચે આ બસ પલટી ખાઈ ગઈ હતી.
બસના ડ્રાઈવર ચૌહાણ વનરાજસિંહે એક કાર ચાલકને બચાવવા જતાં અચાનક બ્રેક મારી હતી. જેના કારણે બસ પલટી ખાઈ ગઈ હતી. બસમાં કંડક્ટર તરીકે બારોટ કલ્પેશભાઈ ફરજ પર હતા.સદનસીબે, આ ઘટનામાં માત્ર બે લોકોને સામાન્ય ઈજા થઈ હતી. કોઈ મોટી જાનહાનિ ન થતાં સૌએ રાહત અનુભવી હતી.
દુર્ઘટનામાં બસને આશરે 1,00,000/- (એક લાખ રૂપિયા)નું નુકસાન થયું હોવાનો અંદાજ છે.ઘટના સ્થળે સોનગઢ ડેપોના જી.એસ. શેખ (ટી.આઈ) દ્વારા સ્થિતિનું નિરીક્ષણ કરી બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here