ભારત વિકાસ પરિષદ પાટણ દ્રારા ધારપુર મેડિકલ કોલેજમાં સાતમું દેહદાન કરાયું..

ભારત વિકાસ પરિષદ ના દેહદાન પ્રકલ્પ માં અત્યાર સુધીમાં કુલ ૪૧ દેહદાન ના પ્રકલ્પ પત્રો ભરાયાં છે

પાટણ તા.૧૬
ભારત વિકાસ પરિષદ પાટણ શાખા દ્વારા ચાલતો કાયમી પ્રકલ્પ એટલે અંગદાન દેહદાન જે પ્રકલ્પ અંતર્ગત બુધવારે પરિવારના સભ્ય ડૉ.શરદભાઈ પટેલ ના પિતા સ્વ.બાબુભાઈ અંબારામભાઈ પટેલ નું ગઈકાલે દુઃખદ અવસાન થતાં તેમના પરિવાર દ્વારા પિતાનાં સંકલ્પ મુજબ તેમના દેહદાન ને ધારપુર મેડિકલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું.તો ભારત વિકાસ પરિષદ પાટણ દ્રારા અત્યાર સુધીમાં આ સાતમું દેહદાન અપૅણ કર્યું હોવાની સાથે અત્યાર સુધી ભારત વિકાસ પરિષદ પાટણ ના દેહદાન પ્રકલ્પ માં કુલ ૪૧ લોકો એ દેહદાન પ્રકલ્પ પત્ર ભયૉ હોવાનું જણાવ્યું હતું.
ભારત વિકાસ પરિષદ પાટણ શાખા દ્વારા દેહદાન પ્રકલ્પ અંતર્ગત ડોક્ટર શરદભાઈ પટેલ કે જેવો જનતા હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે તેમના પિતા બાબુભાઈ અંબારામ પટેલનું ગઈકાલે અવસાન થતાં બુધવારે ડો. શરદભાઈના પિતા ની ઈચ્છા અનુસાર ભારત વિકાસ પરિષદના પ્રયત્નથી ધારપુર મેડિકલ હોસ્પિટલમાં મુકામે દેહદાન અપૅણ કરવાના આ કાયૅમાં ડો.શૈલેષ સોમપુરા, સંસ્થાના ટ્રસ્ટી ભાનુભાઈ સોની,અશ્વિનભાઈ પારેખ, શાંતિભાઈ સ્વામી, સંસ્થાના પ્રમુખ પૂર્ણિમાબેન મોદી,હેમંતભાઈ કાટવાલા, નારણભાઈ પટેલ, ભરતભાઈ પટેલે ઉપસ્થિત રહીને સ્વ.બાબુભાઇના દેહદાન ના સંકલ્પ ને પરિપૂર્ણ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here