શિવમ ઠક્કર GMERS મેડિકલ કોલેજ વડનગર ખાતેથી MBBS પૂર્ણ કરી ડૉ. શિવમ બન્યો

બાળપણ નું ધનરાજ ભાઈ નું ડૉક્ટર બનવાનું સ્વપ્ન તેમના પુત્ર એ પૂર્ણ કર્યું

પાટણ ની શેઠ એમ એન હાઇસ્કુલ ના આચાર્ય ડૉ. ધનરાજ ભાઈ ઠક્કર અને સંગીતાબેનના સુપુત્ર શિવમ ઠક્કરે GMERS મેડિકલ કોલેજ, વડનગરમાંથી
MBBSની પરીક્ષા પ્રથમ વર્ગમાં સફળતાપૂર્વક પૂર્ણ કરી તારીખ 12-04-2025 ના રોજ તાનારીરી વડનગર ખાતે યોજાયેલા
પદવીદાન સમારોહમાં સાંસદશ્રી હરિભાઈ પટેલ, કેબિનેટ મંત્રી માનનીય શ્રી ઋષિકેશભાઇ પટેલ, ડૉ. અનિલ ભાઈ નાયક, ડૉ. મનિષ ભાઈ રામાવત તથા અન્ય મહાનુભાઓની હાજરીમાં શિવમ ઠક્કરને ડોક્ટરેટની પદવીથી નવાજવામાં આવ્યો છે.
ડૉ. શિવમ માત્ર તેમના પરિવારનુંજ નહીં, પરંતુ સમગ્ર લોહાણા સમાજનું ગૌરવ બની ગયો છે.
તેની આ સિદ્ધિ પાછળનો અહર્નિશ પરિશ્રમ, લગન અને સંકલ્પ પ્રશંસાપાત્ર છે. તેને મળેલી આ પદવી માત્ર શૈક્ષણિક સિદ્ધિ જ નહીં, પણ જીવનમાં એક નવી પગદંડીનો આરંભ છે.
ડૉ.શિવમને હૃદયથી અભિનંદન અને આવનાર જીવનમાં નવીન ઊંચાઈઓ સર કરવા માટે અનંત દિલની શુભકામનાઓ….
ડૉ. શિવમ હંમેશા આગળ વધી પ્રગતિવાન , તેજોમય જીવનની ઉજાસભરી યાત્રા સાથે સમાજના ડૉક્ટર રૂપી સાચા ગરીબોના મસીહા બની રહો અને એ સેવા માટે પ્રભુ શક્તિમાન બનાવે એવા આશિર્વાદ સહ અભિનંદન ………..
અત્રે ઉલ્લેખનીય છે કે, ડૉ. શિવમ ઠક્કર એ રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા, પાટણની ઘણી બધી સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા તેમજ પાટણ ની પ્રતિષ્ઠિત શાળા શેઠ એમ. એન. હાઇસ્કુલ ના આચાર્ય ડૉ. ધનરાજ ભાઈ ઠક્કર નો સુપુત્ર છે…
બાળપણ માં ધનરાજ ભાઈ ઠક્કર નું ડૉક્ટર બની સમાજની સેવા કરવાનું સ્વપ્ન હતું, તે તેમના દીકરાએ પૂર્ણ કર્યું….



